MSUની મિલકતને થયેલા નુકસાન અંગે વિદ્યાર્થીઓ પાસેથી 1-1 રૂપિયો ઉઘરાવાયો
Vadodara M S University : મેસમાં નાસ્તા પાણી સહિત ભોજન અંગે વાર્ષિક નિયત ચાર્જ એમ.એસ.યુનિના સત્તાધિશો દ્વારા નક્કી કરાયો હતો. જેના વિરોધમાં વિદ્યાર્થીઓએ કરેલા આંદોલનથી યુનિ.ની સરકારી મિલકતને નુકસાન થયું હોવાથી 200 વિદ્યાર્થી સામે રાયોટીંગના ગુના સહિતની એફઆઇઆર થઈ હતી. પરંતુ વિદ્યાર્થી સંગઠન એજીએસયુ દ્વારા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પાસેથી 1-1 રૂપિયો ઉઘરાવવાનું શરૂ કર્યું હતું. આ એકત્ર નાણા યુની સત્તાધીશોને કાલે અપાશે. જેમાંથી યુનિ.ની સરકારી મિલકતને થયેલા નુકસાનની ભરપાઈ કરવાનું કહેવાશે.
સરકારી મિલકતના નુકસાનની ભરપાઈ થયા બાદ વિદ્યાર્થીઓ સામે થયેલી એફઆઇઆર રદ કરવાનું કહેવાશે. અગાઉ એફઆઇઆર રદ કરવાના મુદ્દે રાજ્ય મંત્રીને દરમિયાનગીરી કરવા કહેવાયું હતું. વડોદરાના સાંસદે પણ એફઆઇઆર રદ કરવા જણાવ્યું છે.