Get The App

શક્તિપીઠ પાવાગઢ ખાતે પ્રથમ નોરતે ૧ લાખ ભક્તો ઉમટયા

સવારે ૪ વાગ્યે નિજ મંદિરના દ્વાર દર્શનાર્થે ખુલ્લા મૂકાતા જયમાતાજીના હોષથી મંદિર પરિસર ગૂંજી ઊઠયું

Updated: Oct 3rd, 2024


Google NewsGoogle News
શક્તિપીઠ પાવાગઢ ખાતે પ્રથમ નોરતે ૧ લાખ ભક્તો ઉમટયા 1 - image

હાલોલ,યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે નવરાત્રિના પ્રથમ નોરતે માઈ ભક્તોનું મહેરામણ ઉમટયંજ હતું. એક લાખ જેટલા માઈ ભક્તો માતાજીના ચરણમાં શીશ ઝુકાવી ધન્ય બન્યા હતા. 

માઈ ભક્તોનો બુધવારની રાતથી મોટી સંખ્યામાં પાવાગઢ જોડતા તમામ મર્ગો પર સૈલાબ જોવા મળતો હતો. ચારે કોર પગપાળા યાત્રાળુઓના કારણે જય માતાજીના ભારે જયઘોષ સંભળાયા હતા. મધ્યરાત્રીથી મંદિર પરિસર તેમજ મંદિરના પગથિયા પર ભક્તોની ભારે ભીડ નિજ મંદિરના દ્વારા ખુલે તેની કલાકો સુધી પ્રતીક્ષા કરી હતી. નિજ મંદિરના દ્વાર વહેલી સવારે ચાર કલાકે માતાજીના દર્શનાર્થે ખુલ્લા મુક્તા ભક્તો દ્વારા જય માતાજીના જયઘોષ કરતા મંદિર પરિસર ગુંજી ઉઠયું હતું. ભક્તોની સુરક્ષા અને સલામતીના ભાગરૃપે પાવાગઢ ટળેટીથી  મંદિર પરિષદ સુધી ૭૦૦ ઉપરાં પોલીસ કર્મી તૈનાત કરી દેવાયા હતા. તળેટીથી લઈ નીજ મંદિર સુધી ૭૦ થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. યાત્રિકોના ભારે ધસારાને લઈને પરિવાર સાથે આવેલા યાત્રિકો પૈકી કેટલાક પરિવારજનોથી વિખુટા પડી ગયા હતા. પોલીસે વિખુટા પડેલા લોકોને પરિવારજનો સાથે મિલન કરાવ્યું હતું. 


Google NewsGoogle News