દશામાની મૂર્તિનું વિસર્જન કરવા ગયેલા પરિવારના ઘરેથી 1.83 લાખની ચોરી

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
દશામાની મૂર્તિનું વિસર્જન કરવા ગયેલા પરિવારના ઘરેથી 1.83 લાખની ચોરી 1 - image

image : Freepik

Vadodara Theft Case : વડોદરાના ન્યુ વીઆઇપી રોડ પર ખોડીયાર નગરમાં રહેતા રેખાબેન ગિરીશભાઈ ગોહિલના ઘરે દશામાની મૂર્તિનું સ્થાપન કર્યું હતું. ગત 14 મી ઓગસ્ટ તેઓ મકાનને તાળું મારી મૂર્તિના વિસર્જન કરવા ભાડાનું ટ્રેક્ટર લઈને દીકરા રાજપુત તથા દિકરી સાથે હરણી તળાવ ગયા ત્યારે ત્યાં ખૂબ જ ભીડ હતી. જેથી મૂર્તિનું વિસર્જન કરવા માટે દરજીપુરા ગામની પાસે આવેલા તળાવમાં કરવા ગયા હતા. સવારે મૂર્તિનું વિસર્જન કરીને તેઓ ઘરે પરત આવ્યા ત્યારે મકાનના દરવાજાનો નકુચો તૂટેલો હતો. ઘરમાં જઈને તપાસ કરી તો સામાન વેર વિખેર પડ્યો હતો અને તિજોરીઓ ખુલ્લી હતી. ચોર ટોળકી ઘરમાંથી સોના-ચાંદીના દાગીના થતા રોકડા રૂ.20,000 મળી કુલ 1.83 લાખની મતા ચોરીને જતા રહ્યાનું જણાતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ સમગ્ર બનાવ અંગે બાપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News