દુબઇમાં નોકરી અપાવવાના બહાને ૧.૮૦ લાખ પડાવી લીધા

બે એજન્ટોએ ૧૩ દિવસ સુધી ગોળ - ગોળ ફેરવ્યો પણ નોકરી ના અપાવી

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
દુબઇમાં નોકરી અપાવવાના બહાને ૧.૮૦ લાખ પડાવી લીધા 1 - image

વડોદરા,દુબઇમાં નોકરી અપાવવાના બહાને ૧.૮૦ લાખ પડાવી લેનાર પંજાબના ઠગ સામે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

તરસાલી મોતી નગરમાં રહેતો કુણાલ દેવેન્દ્રભાઇ દરજી મકરપુરા જી.આઇ.ડી.સી.માં કાયઝેન સ્વીઝગેર પ્રોડક્ટ કંપનીમાં નોકરી કરે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,  મારા પત્ની જ્યોતિબેન ઘણા વર્ષોથી તરસાલી વ્રજધારા સોસાયટીમાં રહેતા બલવિંદર  બંગને ભાઇ માની રાખડી બાંધે છે. જેના કારણે બલવિંદર  અને તેની  પત્ની મનજીતકૌર અમને ઘણા સમયથી ઓળખીએ છીએ. મારે વિદેશ નોકરી જવાની ઇચ્છા હતી. મનજીતકૌરે મને જણાવ્યું હતું કે, મારો ભાઇ કમલજીતસિંગ (રહે. પંજાબ) લોકોને વિદેશ મોકલે છે. જેથી, અને કમલજીતસિંગનો સંપર્ક કર્યો હતો. તેમણે મને દુબઇ એરપોર્ટ પર અથવા પેકિંગમાં નોકરી અપાવવાનું કહી મારી પાસેથી ૧.૮૦ લાખ લીધા હતા.

ગત તા. ૧૭ મે ના  રોજ ૩૦ દિવસના વિઝિટર વિઝા તથા એર ટિકિટ આપી કહ્યું કે, તમે દુબઇ એરપોર્ટ પર પહોંચશો એટલે મારો એજન્ટ ત્યાં આવી જશે અને તમને નોકરી સેટ કરી આપશે. જેથી, હું દુબઇ ગયો હતો. પરંતુ, સવાર સુધી કોઇ આવ્યું નહતું. હું બે દિવસ હોટલમાં રોકાયો હતો. ત્યારબાદ કમલજીતસિંગના ઓળખીતા ગયાજભાઇ તથા અફજલે મને ૧૩ દિવસ સુધી દુબઇમાં ફેરવ્યો હતો. પરંતુ, નોકરી અપાવી નહતી. જેથી, હું પરત આવી  ગયો હતો.


Google NewsGoogle News