વડોદરામાં નિવૃત્ત બેંક કર્મચારીના ઘરમાંથી 1.66 લાખની ચોરી
image : Freepik
- અમેરિકાથી આવેલા દીકરી જમાઈ સાથે શ્રીનાથજી ગયેલા નિવૃત બેંક કર્મચારીના ઘરમાંથી ચોર ટોળકી 1.66 લાખની ચોરી કરી ગઈ હતી
વડોદરા,તા.11 જાન્યુઆરી 2024,ગુરૂવાર
વારસિયા રીંગરોડ શ્રી પ્રભા સોસાયટીમાં રહેતા કૃષ્ણકાંત ગમતીલાલ બટેરીવાલા સ્ટેટ બેંકમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા હતા અને હાલમાં નિવૃત જીવન ગુજારે છે. ગત ત્રીજી તારીખે તેમની દીકરી અને જમાઈ અમેરિકાથી આવ્યા હોવાથી તેવો પરિવાર સાથે શ્રીનાથજી દર્શન કરવા માટે સવારે 5:30 વાગે મકાન બંધ કરીને ગયા હતા અને બીજે દિવસે રાત્રે 10:00 વાગે તેઓ પરત આવ્યા ત્યારે દરવાજાને મારેલું તાળું ન હતું અને દરવાજો ખુલ્લો હતો. ચોર ટોળકી ઘરમાંથી ભગવાનના સોનાના દાગીના તેમજ મંગળસૂત્ર સોનાની વીંટી અને 19,000 મળી કુલ 1.66 લાખ રૂપિયા ચોરી ગઈ હતી.