વાઘોડિયાના પીપળીયા ગામે રહેતા પ્રિન્સિપાલના ઘરમાંથી 1.61 લાખની ચોરી
Image: Freepik
છોટાઉદેપુરના કવાટ તાલુકાના મોરાંગણા ગામે રહેતા દીપકભાઈ ચતુરભાઈ રાઠવા વાઘોડિયા તાલુકાના પીપળીયા ગામ નજીક મધુવન ગ્રીન્સમાં છેલ્લા અઢી મહિનાથી રહેવા આવ્યા છે. દીપકભાઈ સરકારી માધ્યમિક શાળામાં પ્રિન્સિપાલ તરીકે નોકરી કરે છે . ગત પાંચમી તારીખે રાત્રે તેઓ પત્ની અને બાળકો સાથે જમીને 11:15 વાગે સૂઈ ગયા હતા સવારે 5:30 વાગ્યે તેઓ ઉઠ્યા ત્યારે નીચેના રૂમ ની બંને તિજોરીઓ ખુલ્લી હતી અને સામાન્ય વેદ વિચારો તો તેમ જ રૂમની બારીનું ગ્રીલ તૂટેલી હતી તેમને ઘરમાં તપાસ કરતા 1.61 લાખના સોના ચાંદીના દાગીના ચોરી થઈ ગયા હતા જે અંગે તેમણે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે