Get The App

દહેગામની ફાર્મા કંપનીના માલિક સાથે ૧.૫૪ કરોડની છેતરપિંડી

Updated: Oct 8th, 2024


Google NewsGoogle News
દહેગામની ફાર્મા કંપનીના માલિક સાથે  ૧.૫૪ કરોડની છેતરપિંડી 1 - image


ગાંધીનગરના દંપતિ સહિત ચાર સામે ગુનો

૧.૫૪ કરોડની અવેજીમાં ચારેય જણાએ ડોકટર પાસે ડોક્ટર કેર ફાર્મા કંપનીનો દસ્તાવેજ કરાવી લેવાયો હતો

દહેગામ :  દહેગામ ખાતેની ડોક્ટર કેર ફાર્મા કંપનીના માલિક સાથે છેતરપિંડી થઇ છે.અમદાવાદના ડોક્ટરે આથક સંકળામણમાંથી બહાર નીકળવા ગાંધીનગરના દંપતી સહિત ચાર જણાં પાસેથી ૧.૭૫ કરોડ ૧૮ માસની મુદ્દતથી લીધા હતા.જે પેટે બાકી નીકળતા રૃ. ૧.૫૪ કરોડની અવેજીમાં ચારેય જણાએ ડોકટર પાસે તેમની દહેગામ ખાતેની ડોક્ટર કેર ફાર્મા કંપનીનો દસ્તાવેજ કરાવી લેવાયો હતો. જો કે દસ્તાવેજમાં ઉલ્લેખ ન હોવા છતાં બધાએ ભેગા મળીને અલગ અલગ ચીજવસ્તુઓ પરત નહીં આપી ધાક ધમકીઓ આપી છેતરપિંડી આચરવામાં આવતા દહેગામ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.

 અમદાવાદનાં ડો. હરેશ નાથાભાઈ પટેલે ૨૦૧૭ માં ડોકટર કેર ફાર્મા કેર પ્રા.લી નામની કંપની ચાલુ કરી હતી. જેનાં તેમના પત્ની પણ ડાયરેક્ટર હતા. આ કંપનીમાં આર્યુવેદીક, કોસ્મેટીક અને ન્યુટ્રા સીટીકલ પ્રોડકટ બનતી હતી. તેમણે કંપનીની કડાદરા ગામની સીમમાં મધર ઇન્ડ્રસ્ટીયલ પાર્ક ખાતે ડોક્ટર કેર ફાર્મા કેર કંપનીનું બિલ્ડીંગ બનાવ્યું હતું. અને મશીનરી વિગેરે ઉપર તેમણે ત્રણ કરોડની લોન લીધી હતી. જો કે ૨૦૧૯ માં ડોકટર હરેશની આથક સ્થિતિ નબળી હોવાના કારણે લોનના માસિક ૭ લાખના આઠ હપ્તા ભરવાનું ચૂકી ગયા હતા. જેથી તેમનું લોનનું એકાઉન્ટ નોન પરર્ફોમીંગ એસેક્ટ કરી બેંક દ્વારા કંપની સીલ કરી પઝેશન લઈ લેવાયું હતું.બાદમાં ડો. હરેશનો પરિચય સુનીલ પોદાર એન્ડ કંપનીના સીએ ભુવનેશ સિંગલ સાથે થયો હતો. જેમણે બેન્ક સાથે સેટલમેન્ટ કરાવી આપવા તૈયારી દર્શાવી રોકાણકાર હોવાનું કહ્યું હતું. જે કંપનીની મશીનરી અને બિલ્ડીંગ સિકયુરીટી પેટે લખાવી તમને પૈસા આપશે. અને ડોક્ટર સાથે તરૃણભાઇ જયંતિભાઇ બારોટ અને તેમની પત્ની ફાલ્ગુનીબેન (બન્ને રહે. ૮૫૭, કેથીકલ ચર્ચ, સેન્ટ ઝેવીયર્સ ચર્ચ પાસે, સેક્ટર-૮ ગાંધીનગર), કર્તવ્ય રમેશચંન્દ્ર બ્રહ્મભટ (રહે. સોમનાથ સોસાયટી, પેથાપુર) સાથે સંપર્ક કરાવ્યો હતો.

 

ડોક્ટરે રૃ. ૧.૭૫ કરોડ ૧૮ માસના કરારની મુદતથી લીધા હતા. જે પૈસા તેમણે બેંકમાં ભરી દીધા હતા.અને રૃ. ૧.૫૪ કરોડ આપવાના બાકી હતા. જેની અવેજીમાં તરુણ બારોટના કહેવાથી સિક્યોરિટી પેટે ડોક્ટર કેર ફાર્મા કેર કંપનીનો વેચાણ દસ્તાવેજ દહેગામ સબ રજીસ્ટ્રાર કચેરીમાં ફાલ્ગુની તરુણ બારોટને કરી આપ્યો હતો. એ વખતે તરુણ બારોટે કંપની તમારે જ ચલાવવાની છે એમ કહીને વિશ્વાસ સંપાદન કર્યો હતો. પરંતુ દસ્તાવેજ થઈ ગયાનાં થોડા વખત પછી બધાએ ભેગા મળી ડોકટર હરેશને કંપની પર આવવા પર મનાઈ ફરમાવી મારી નાખવાની ધમકીઓ આપી હતી. અને તરુણ બારોટ સહિતના ચારેય જણાએ કોઈ વસ્તુ પરત કરી ન હતી. જે અંગે દહેગામ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


Google NewsGoogle News