વડોદરા કોર્પોરેશનના ત્રણ નગરગૃહની સાડા ત્રણ વર્ષની 3.64 કરોડની આવક સામે 1.53 કરોડનો વીજ બિલનો ખર્ચ

Updated: Sep 26th, 2023


Google NewsGoogle News
વડોદરા કોર્પોરેશનના ત્રણ નગરગૃહની સાડા ત્રણ વર્ષની 3.64 કરોડની આવક સામે 1.53 કરોડનો વીજ બિલનો ખર્ચ 1 - image


- મોડે સુધી ચાલતા કાર્યક્રમો બદલ લેટ પેનલ્ટી ફીની વસુલાત બરાબર નહીં કરાતા આવક પર અસર

વડોદરા,તા.26 સપ્ટેમ્બર 2023,મંગળવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ત્રણ નગર ગૃહમાં છેલ્લા સાડા ત્રણ વર્ષમાં જે કાર્યક્રમ યોજાયા છે, તેમાંથી 3.64 કરોડની આવક થઈ છે. જેની સામે 1.53 કરોડ નો વીજળીના  બિલ નો ખર્ચ થયો છે. આ વિગતો આરટીઆઈમાં બહાર આવી છે.શહેરના ત્રણે નગરગૃહોમાં યોજાતા કાર્યક્રમોની અને તેમાથી થતી આવક-જાવકની વિગતો મેળવવા માટે સામાજીક કાર્યકર અને આરટીઆઇ એક્ટિવિસ્ટએ કોર્પોરેશનની ટુરીસ્ટ શાખામાં આરટીઆઈ કરીને જાન્યુઆરી 2021 થી લઈને ઓગષ્ટ 2024 સુધી ના સમયગાળામાં થયેલા કાર્યક્રમોની માહિતી માંગી હતી. જેની અપાયેલી માહિતી મુજબ મહાત્મા ગાંધી નગરગૃહમાં 165, સયાજીરાવ નગરગૃહમાં 708 અને પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગરગૃહમાં 333 એમ બધા મળીને કુલ 1206 કાર્યક્રમો યોજાયા હતા અને આ ત્રણે નગરગૃહોના ભાડાની આવક કુલ 3.64 કરોડ થઈ છે. જેની સામે આ ત્રણે નગરગૃહના વીજ બીલનો ખર્ચો 1.53 કરોડ થયો છે.

વડોદરા કોર્પોરેશનના ત્રણ નગરગૃહની સાડા ત્રણ વર્ષની 3.64 કરોડની આવક સામે 1.53 કરોડનો વીજ બિલનો ખર્ચ 2 - imageઆ ઉપરાંત કાર્યક્રમો મોડે સુધી ચાલતા હોય તે માટે 96 જેટલા પ્રોગ્રામોમાં ઓવર ટાઈમની લેટ પેનલ્ટીની વસુલાત રૂા.1.94 લાખ કરી હતી. આ નગરગૃહોમાં સરકારી કાર્યક્રમો પણ યોજાતા હોય છે. આ સમયગાળા દરમિયાન આવા 26 સરકારી કાર્યક્રમો યોજાયા હોવાની વિગતો આરટીઆઈમાં આપી હતી. વડોદરા આરટીઆઇ વિકાસ મંચના પ્રમુખના કહેવા અનુસાર આ ત્રણે નગરગૃહોમાં થતા ઓવરટાઈમ કાર્યક્રમો લેટપેનલ્ટી ફી માત્ર 1.94 લાખ જેટલી જ છે. જે ઘણી ઓછી છે. કારણ કે મોટાભાગના કાર્યક્રમો મોડે સુધી ચાલતા હોય છે, પરંતુ તેની જોઈએ એવી વસુલાત થતી નથી. જો ચોકસાઈ રાખીને વસુલાત કરવામાં આવે તો આવક હજી વધી શકે તેમ છે.


Google NewsGoogle News