વડોદરાના સમા વિસ્તારના બંધ મકાનમાંથી ધોળાદહાડે રૂ.1.27 લાખ માલમતાની ચોરી
image : Freepik
Vadodara Theft Case : વડોદરાના સમા વિસ્તારમાં રહેતા નિવૃત્ત ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ગાંધીનગરના મેમ્બર સેક્રેટરી પત્ની સાથે બેંકના કામ અર્થે નીકળ્યા હતા તે દરમિયાન ધોળે દિવસે તસ્કરોએ તેમના મકાન અને નિશાન બનાવ્યું હતું અને 1.27 લાખના સોના દાગીનાની તસ્કરી કરી ફરાર થઈ ગયા હતા. ઉપરાંત પાસપોર્ટ ડિજિટલ વિઝાની બેગ ચોરો લઈ ગયા હતા. જેથી વૃદ્ધે સમા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી અભિનવ પાર્ક સોસાયટીમાં રહેતા ભારતસિંહ ફતેસિંહ સલુણીયા (ઉ.વ.78)એ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે હું ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ ગાંધીનગર ખાતે મેમ્બર સેક્રેટરી તરીકે નોકરી કરતા હતા. હાલ નિવૃત જીવન ગુજાર છું. ગઇ 31 જુલાઈના રોજ હું અને મારા પત્ની સાથે એસ.બી.આઈ બેન્ક ખાતે કામ અર્થે સવારે અમારા ઘરનું લોક મારી ગયા હતા. બેન્ક ખાતે અમારું કામ પતાવી પરત મારા ઘરે આવ્યા હતા. ત્યારે મારા ઘરની બહાર લગાવેલી લોખંડની જાળી ખુલ્લી હતી અને દરવાજા ખાતે લગાવેલ લોક તુટેલી હાલતમાં હતું. જેથી મે અંદર જઈ જોતા મારા બેડ રૂમમાં રાખેલ કબાટનો સામાન વેર-વિખેર હાલતમાં કરી નાખેલો હતો અને મારી બેગમાં રાખેલ મારો ઇન્ડીયન પાસપોર્ટ, USA વીઝીટર વીઝા તથા મારી પત્નીનો USAનો પાસ પોર્ટ જણાયો ન હતો. ઉપરાંત કબાટમાં મુકેલા સોનાના દાગીના મળી રૂ.1.27 લાખની માલ મતાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. જેથી પોલીસે વૃદ્ધની ફરિયાદના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી હતી.