Get The App

હોલીડ પેકેજ આપવાના બહાને વડોદરામાં હરણી રોડના દંપતી સાથે 1.25 લાખની ઠગાઇ

Updated: Mar 5th, 2024


Google NewsGoogle News
હોલીડ પેકેજ આપવાના બહાને વડોદરામાં હરણી રોડના દંપતી સાથે 1.25 લાખની ઠગાઇ 1 - image

વડોદરા,તા.05 માર્ચ 2024,મંગળવાર

હોલીડ પેકેજ આપવાના નામે વધુ એક ઠગાઇની ફરિયાદ પાર્ક પ્રિવેરા કંપના સંચાલકો તથા તેમના મળતીયા સામે નોંધાઇ છે. જેમાં હોલીડે પેકેજ આપવાનું કહીને હરણી રોડ પર રહેતા દંપતી પાસેથી 1.25 લાખ પડાવી લીધા હતા. પરંતુ કોઇ ટુરને આયોજન કરી આપ્યું હતું. જેથી મહિલાએ પાર્ક પ્રિવેરા કંપની ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે. 

શહેરના હરણી રોડ પર મીરા ચાર રસ્તા પાસેની જીવનપ્રકાશ સોસાયટીમાં રહેતા ચેતનાબેન દીનેશભાઇ ભાવસારે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે વર્ષ 2022માં મારા પતિ દીનેશના મોબાઈલ પર પુંજા માતુરકરનો ફોન આવ્યો હતો તેણે જણાવ્યું હતું કે અમારી પાર્ક પ્રિવેરા હોસ્પિટાલિટી પ્રા.લિ. નામની કંપની જે હોલીડે પેકેજનુ આયોજન કરે છે જેની સયાજીગંજમાં આવેલ હોટલ સયાજી ખાતે એક સેમીનારનુ આયોજન કરેલું છે. જેથી હું તથા દીનેશ રાતના આઠેક વાગ્યાના સુમારે સયાજી હોટલ ખાતે ગયા હતા જ્યા જાણવા મળ્યું હતુ કે, આ કંપનીનુ સંચાલન રાહુલ ગુપ્તા સંભાળે છે. તેઓના સીનિયર નિશિથ શ્રીવાસ્તવ કંપનીની અલગ અલગ સ્કીમ બતાવી એક પ્લાનમાં તેઓએ પાચ વર્ષની મેમ્બરશીપ અને 35 રાત્રીનો પ્લાન જણાવી તેમા એક કપલ તથા એક બાળકની મેમ્બરશીપની ફી રૂ.1,25,000 ભરવાની થાય છે અને તેઓએ અમોને ભારત તથા ભારતની બહાર વિદેશમાં ટૂરમા લઈ જવાની તેમજ જે તે હોટલોમાં નાસ્તો તથા રહેવાની સગવડ આપવાની વાતચીત કરી અમને વિશ્વાસ આવી જતા મારા પતિએ રૂ.1,25,000 જે પાર્ક પ્રિવેરાના ખાતામાં ચુકવ્યા હતા. ત્યારબાદ અમો અવાર નવાર આ કંપનીને બહાર ગામ ફરવા જવા માટે આયોજન કરવા અંગેનું જણાવતા તેઓ ગલ્લા તલ્લા કર્યા કરતા હતા અને અમોને કોઈ સંતોષકારક જવાબ આપતા નહી. અને છેલ્લા બે વર્ષ દરમ્યાન અવાર નવાર મારા પતિ તેઓની વડોદરા ખાતેની ઓફીસે મળવા જતા ત્યા પણ ઉડાઉ જવાબો આપતા હતા. કંપનીતરફથી અમોએ નાણા ભરેલ તેના બે વર્ષ સુધી કોઈ બુકિંગ નહી આપીને છેતરપિંડી આચરી છે.


Google NewsGoogle News