પલાણા ગામના આધેડના બેંક ખાતામાંથી ગઠિયાએ રૂ.1.23 લાખ ઉપાડી લીધા

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
પલાણા ગામના આધેડના બેંક ખાતામાંથી ગઠિયાએ રૂ.1.23 લાખ ઉપાડી લીધા 1 - image


બેંક ઓફ બરોડાની શાખામાં બેંક ખાતું હતું

નડિયાદ: વસો તાલુકાના પલાણા ગામના એક આધેડના બેંક ઓફ બરોડામાં આવેલ બે ખાતામાંથી કોઈ અજાણ્યા ઇસમોએ બેંક એકાઉન્ટ લિંક અપ કરી કુલ રૂ.૧,૨૩,૯૯૯ ઉપાડી ફ્રોડ કરતા સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી હતી. આ બનાવ સંદર્ભે આધેડે વસો પોલીસ મથકે અજાણ્યા ગઠીયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વસો તાલુકાના પલાણા ભજનચોકમાં રિતેશકુમાર ઘનશ્યામભાઈ પટેલ પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. રિતેશભાઇ બેંક ઓફ બરોડા પલાણા શાખામાં બે એકાઉન્ટ ધરાવે છે.  જેમાં એક ખાતામાં રિતેશભાઇ તથા તેમના પિતા અને માતાનું સંયુકત નામ છે. જ્યારે એક ખાતું પોતાના નામે છે. રિતેશભાઈએ પોતાના ખાતામાં એફ.ડી. મુકેલ હતી અને તે એફ.ડી. ઉપર રૂ.૨,૮૩ લાખ લોન લીધી હતી. ઉપરોક્ત એકાઉન્ટમાં પોતાનો મોબાઈલ ફોન લિંક કરાવ્યો હતો. દરમ્યાન તા.૩જીના રોજ બપોરના સમયે મોબાઇલ નંબરમાં અલગ-અલગ ટેક્સ મેસેજ બેંક તરફથી આવેલા જે જોતા ખાતામાંથી રૂ.૧,૨૩,૯૯૯ ડેબિટ થયેલ જોતા તેઓએ હેલ્પલાઇન નંબર પર ફોન કરી સદર બનાવ બાબતની જાણ કરી હતી અને તમામ બેંક એકાઉન્ટ સીઝ કરાવી દીધા હતા. આ બનાવ સંદર્ભે  રીતેશભાઈ પટેલની ફરિયાદના આધારે વસો પોલીસે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News