Get The App

મની લોન્ડરિંગના કેસમાં ધરપકડનો ડર બતાવી ૧.૨૧ કરોડ પડાવી લીધા

છબી ખરડાવાની તથા ધરપકડની સંભાવનાના ડરથી આરોપીઓની વાતોમાં આવી સિનિયર સિટિઝને ટ્રાન્જેક્શન કર્યા

Updated: Oct 27th, 2024


Google NewsGoogle News
મની લોન્ડરિંગના કેસમાં ધરપકડનો ડર બતાવી ૧.૨૧ કરોડ પડાવી લીધા 1 - image

વડોદરા,મની લોન્ડરિંગના કેસમાં તમારી સંડોવણી બહાર આવી છે. તમે તપાસમાં સહકાર નહીં આપો તો બે કલાકમાં તમારી ધરપકડ થશે. તેવું કહી ડરનો માહોલ ઉભો કરી સિનિયર સિટિઝન પાસેથી ૧.૨૧ કરોડ ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરવામાં આવી હતી. જ ેઅંગે સાયબર સેલ દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ  હાથ ધરવામાં આવી છે.

તાંદલજા મુક્તિ નગર પાસે સત્યમ ક્યુબ રેસિ.માં રહેતા ૭૪ વર્ષના દિપક દામોદરભાઇ સુદામે અગા સારાભાઇ કેમિકલ કંપનીમાં વાઇસ પ્રેસિડેન્ટ એચ.આર.તરીકે નોકરી કરતા હતા. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા. ૪ થી સપ્ટેમ્બરે મારા મોબાઇલ પર એક કોલ આવ્યો હતો. સામે વાત કરતી વ્યક્તિએ જણાવ્યું હતું કે, હું એસ.બી.આઇ. ગ્રાહક સેલ તરફથી વાત કરૃં છું. તમારા ક્રેડિટ કાર્ડની ચૂકવણી માટે તમારે ૧.૦૯ લાખ ચૂકવવા પડશે. મારી પાસે આવું કોઇ કાર્ડ નહીં હોવાનું મેં જણાવતા તેમણે કહ્યું કે, કોઇ ્ફ્રોડ થયું લાગે છે. તમારે સાયબર સેલ સમક્ષ મામલો ઉઠાવવો  જોઇએ.તેણે મારો નંબર સાયબર સેલમાં કનેક્ટ કરી આપ્યો હતો. સામે વાત કરનાર વ્યકિતએ પોતાનું નામ ઇન્સપેક્ટર રવિ કુમાર જણાવ્યું હતું.તેમણે કહ્યું કે, તમે કોઇ કૌભાંડમાં સંડોવાયેલા છો. તેની તપાસ માટે આ વિગતો ઉચ્ચ  અધિકારીને મોકલવામાં આવી છે. તમારા પર કોલ આવશે. થોડા સમય પછી વોટ્સએપ કોલ આવ્યો હતો. કોલ કરનાર વ્યક્તિએ મને જાણ કરી કે, તમે મની લોન્ડરિંગના કેસમાં શકાસ્પદ જાહેર થયા છો. તેમાં સુરેશ અનુરાગ આરોપી છે. ૨૨૬ કરોડના મની લોન્ડરિંગમાં તે સામેલ છે. અમારી  પાસે એવી માહિતી છે કે, તમે સુરેશ અનુરાગને ૯૦ હજારમાં તમારી અંગત માહિતી આપી મુંબઇની કેનેરા બેન્કમાં એકાઉન્ટ ખોલાવ્યું છે. મેં તેઓને કહ્યું કે, મારે આ બાબત સાથે કોઇ લેવા દેવા નથી. તેમછતાંય તેમણે મને કાનૂની નોટિસ ઇશ્યૂ કરી આગામી બે કલાકમાં તમારી ધરપકડ કરવામાં આવશે. તેવું જણાવી એક બાંહેધરી પત્રક મોકલી મારી સહી કરાવી  હતી. ત્યારબાદ તેમણે જેવું કહ્યું તેવું મેં બેન્કમાં જઇને કર્યુ હતું. મેં મારી છબી ખરડાવાની તથા ધરપકડની સંભાવનાથી ડરીને તેઓએ કીધું તેવું કર્યુ હતું. મારી પાસેથી  કુલ ૧.૨૧ કરોડ પડાવી લીધા હતા. તેઓએ સુપ્રીમ કોર્ટની નોટિસ પણ મને બતાવી હતી. તેઓએ  મોકલેલી નોટિસ ચેક કરતા તે ખોટી હોવાનું  જણાઇ આવ્યું હતું. મારી સાથે ફ્રોડ થયાનું જણાતા મેં  હેલ્પ લાઇન નંબર પર કોલ કરી ફરિયાદ કરી હતી.


Google NewsGoogle News