શિક્ષિકાનું એટીએમ કાર્ડ ચોરી સાથી શિક્ષિકાએ 1.20 લાખ ઉપાડી લીધા
ગાંધીનગર શહેર નજીક આવેલા રાંધેજાની શાળાના
શાળાના લોકર રૃમમાંથી એટીએમ ચોર્યાની કબુલાત
ગાંધીનગર : હાલમાં ઓનલાઇન છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે ત્યારે રાંધેજામાં આવેલી શાળના શિક્ષિકાનું એટીએમ કાર્ડ ચોરીને તેમાંથી તબક્કાવાર ૧.૨૦ લાખ રૃપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા જે સંદર્ભે સાયબર ક્રાઇમ પોલીસ માં ફરિયાદ બાદ સાથી શિક્ષિકાએ શાળાના લોકરરૃમમાંથી એટીએમ કાર્ડ ચોરીને તેના પતિ અને અન્ય એકની મદદથી તબક્કાવાર રૃપિયા ઉપાડયા હોવાનું બહાર આવ્યું છે.
આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે, રાંધેજાના શ્રીજી
બંગલોઝ ખાતે રહેતા મોહિનીબા રાંધેજા ગામમાં આવેલી જે એસ પટેલ શાળામાં શિક્ષિકા
તરીકે ફરજ બજાવે છે તેમની શાળાના લોકરમાંથી એટીએમ કાર્ડની ચોરી થવા પામી હતી અને
ત્યાર બાદ ૨૨ નવેમ્બરથી લઇને તા.બીજી ડિસેમ્બર દરમ્યાન ખાતામાંથી અલગ અલગ તબક્કે
૧.૨૦ લાખ રૃપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. જે સંદર્ભે તેમના ભાઇ કિશનસિંહ
રણજીતસિંહ બિહોલા દ્વારા સાયબર ક્રાઇમ પોલીસમાં અરજી આપવામાં આવી હતી અને તેના
આધારે પોલીસ ટીમ દ્વારા બેંકના સીસીટીવી ફુટેજ તેમજ અન્ય બાતમીદારોને સક્રિય કરીને
તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં એટીએમમાં રૃપિયા ઉપાડવા અજય ગોવિંદભાઇ દલવાડી
રહે. ન્યુ પુનિતનગર ધંધુકા જોવા મળ્યો હતો અને તેને પકડીને પુછપરછ કરતા તેના મિત્ર
દર્શન કેશવભાઇ બોટદરા દ્વારા કાર્ડ આપવામાં આવ્યું હોવાનું ખુલ્યું હતું. જો કે, દર્શનની પત્ની
બિનલ આ જ શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી અને શાળાના લોકરમાં રહેલા પાકિટમાંથી
એટીએમ કાર્ડ ચોરી રૃપિયા ઉપાડવા માટે પતિને આપતી હતી. હાલ આ મામલે પોલીસ દ્વારા
દંપતિ સહિત ત્રણેય વ્યક્તિઓ સામે વિશ્વાસઘાત,
ગુનાહિત ષડયંત્ર સહિતની કલમો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.