Get The App

કોર્પોરેશનના પૂર્વ ચીફ ફાયર ઓફિસર હિતેશ ટાપરિયાની ૧.૦૬ કરોડની મિલકતો ટાંચમાં લેવાની કાર્યવાહી

એ.સી.બી.દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી : આગામી ૨૯ મી તારીખે વધુ સુનાવણી

Updated: Jul 16th, 2024


Google NewsGoogle News

 કોર્પોરેશનના પૂર્વ ચીફ ફાયર ઓફિસર  હિતેશ ટાપરિયાની ૧.૦૬ કરોડની મિલકતો ટાંચમાં લેવાની કાર્યવાહી 1 - imageવડોદરા,ફાયરબ્રિગેડના પૂર્વ ચીફ ફાયર ઓફિસરે ફરજ દરમિયાન વિવિધ પ્રકારના ભ્રષ્ટાચાર આચરીને  પોતાની આવક કરતા ૧૧૨ ટકાથી પણ વધુની મિલકતો વસાવી  હોવાનો કેસ એ.સી.બી.માં ૧૦ વર્ષ પૂર્વે થયો હતો. તે કેસમાં તેની ૧.૦૬ કરોડની મિલકતો સરકાર હસ્તક કરવા માટે એ.સી.બી.દ્વારા અદાલતમાં અરજી કરવામાં આવી છે. જેની વધુ સુનાવણી આગામી ૨૯ મી તારીખે હાથ ધરવામાં આવશે.

 આ અંગેની વિગત એવી છે કે, ફાયરબ્રિગેડના તત્કાલીન ચીફ ફાયર ઓફિસર હિતેશ જશવંતસિંહ ટાપરિયા ( રહે. ભદ્રલોક ટાવર, ઓલ્ડ પાદરા રોડ) દ્વારા ફરજ દરમિયાન અનેક પ્રકારનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાની અરજી એ.સી.બી.માં થઇ હતી. ફેબુ્રઆરી - ૨૦૧૨ થી તે અરજીની ગુપ્ત રાહે તપાસ શરૃ કરવામાં આવી હતી. હિતેશ ટાપરિયાની ફરજનો સમયકાળ વર્ષ - ૧૯૯૫ થી ઓક્ટોબર - ૨૦૧૩ સુધીનો હતો. તેમની આવક તથા ખર્ચ જેવોકે, મકાન, કારની લોન, પીએફનો ઉપાડ, બેંક લોનની માહિતી મેળવી કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ૪૪.૮૪ લાખના અપ્રમાણસર મિલકતો મળી આવી હતી. એ.સી.બી.ના તત્કાલીન પી.આઇ. કે.વી. સોલંકીએ આ અંગે અપ્રમાણસર મિલકતનો ગુનો જાન્યુઆરી - ૨૦૧૪ માં દાખલ કર્યો હતો.

 આ કેસમાં એ.સી.બી.દ્વારા ચાર્જશીટ પણ રજૂ કરી દેવામાં આવી હતી. તપાસ દરમિયાન તેમની અપ્રમાણસર મિલતોનો આંકડો વધી ગયો હતો. તાજેતરમાં એ.સી.બી. દ્વારા હિતેશ ટાપરિયાની ૧.૦૬ કરોડની મિલકતો ક્રિમિનલ એમેડમેન્ટ ૧૯૪૪ મુજબ ટાંચમાં લેવા માટે કોર્ટમાં અરજી કરી  છે. જેની વધુ સુનાવણી આગામી ૨૯ મી તારીખે હાથ ધરવામાં આવશે. હિતેશ ટાપરિયાની મિલકતો સરકાર હસ્તક લેવાની કાર્યવાહીના પગલે ચકચાર મચી ગઇ છે.


Google NewsGoogle News