Get The App

રોંગ સાઇડ વાહન ચલાવતા ૧,૦૧૮ વાહન ચાલકોને દંડ કરાયો

સ્થળ પર દંડ નહીં ચૂકવતા વાહન ચાલકોને ઇ મેમો અપાયો : રોંગ સાઇડના સૌથી વધુ કેસ રાજવી ટાવર પાસે

Updated: Nov 29th, 2023


Google NewsGoogle News
રોંગ સાઇડ વાહન ચલાવતા ૧,૦૧૮ વાહન ચાલકોને દંડ કરાયો 1 - image

વડોદરા,આજથી શરૃ કરવામાં આવેલી સ્પેશ્યલ ડ્રાઇવ દરમિયાન ટ્રાફિક પોલીસે રોંગ સાઇડ વાહન ચલાવતા ૧,૦૧૮ વાહન ચાલકોને દંડ કર્યો છે. આગામી દિવસોમાં પણ આ ડ્રાઇવ ચાલુ રહેશે.

શહેરમાં ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહન ચાલકો પોતાના તથા અન્ય નિર્દોષ વાહન ચાલકોના જીવ  પણ જોખમમાં મૂકે છે. જેને અનુલક્ષીને શહેર પોલીસ  કમિશનર દ્વારા સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે ટ્રાફિક પોલીસે શહેરના ૧૦ પોઇન્ટ પર ટીમ ગોઠવીને દંડની વસુલાત કરવામાં આવ્યો હતો. આવતીકાલે અન્ય પોઇન્ટ પર  પણ કાર્યવાહી કરવામાં આવશે. આજે સોમા તળાવ, એલ એન્ડ ટી સર્કલ, ગાંધીનગર ગૃહ, સુશેન સર્કલ, અમિત નગર બ્રિજ, કાલાઘોડા સર્કલ, પ્રોડક્ટિવિટી નાકા, રાજવી ટાવર, પંડયા બ્રિજ, અક્ષર ચોક પર પોલીસ  દ્વારા કામગીરી કરીને રોંગ સાઇડ વાહન ચલાવતા ૧,૦૧૮ વાહન ચાલકોની સામે કેસ કરવામાં આવ્યા હતા. જ્યારે સીસીટીવી કેમેરા દ્વારા ૪૧૫ ઇ મેમો જનરેટ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ૭૯૪ વાહન ચાલકોએ સ્થળ પર દંડ ભરવાની તૈયારી નહી દર્શાવતા તેઓને ઇ મેમો આપવામાં આવ્યા છે. હવે તે વાહન ચાલકોને કોર્ટમાં દંડ  ભરપાઇ કરવા જવું પડશે. સૌથી વધારે રોંગ સાઇડના ૧૧૦ કેસ રાજવી ટાવર પાસે કરવામાં આવ્યા છે. અને સૌથી ઓછા ૧૮ કેસ કાલાઘોડા સર્કલ પાસે કરાયા છે. કાલાઘોડા સર્કલ પાસે કરાયેલા કેસ પૈકી એકપણ વાહન ચાલકે સ્થળ પર દંડ ભરપાઇ કર્યો નહતો. આજે યોજાયેલી ડ્રાઇવમાં ૧.૩૪ લાખના દંડની વસુલાત કરવામાં આવી છે.


Google NewsGoogle News