ચહેરાથી પણ વધારે ચમકશે તમારા પગ, ઘરબેઠા અપનાવો આ 7 ઉપાય

Updated: Oct 6th, 2023


Google NewsGoogle News
ચહેરાથી પણ વધારે ચમકશે તમારા પગ, ઘરબેઠા અપનાવો આ 7 ઉપાય 1 - image


                                                         Image Source: Freepik

અમદાવાદ, તા. 06 ઓક્ટોબર 2023 શુક્રવાર

શું તમે પણ પગના ટેનિંગથી પરેશાન છો જેના કારણે શોર્ટ ડ્રેસ પહેરી શકતા નથી. આ 7 રીતે તમે પોતાના પગની કાળાશને દૂર કરી શકો છો અને તેને ચહેરા કરતા વધુ કોમળ અને નિખરેલો બનાવી શકો છો.

ઘણીવાર એવુ થાય છે કે આપણે પોતાના ચહેરાની તો ખૂબ કેર કરીએ છીએ, તેની પર સનસ્ક્રીનથી લઈને સારુ ફેસ વોશ, સ્ક્રબ અને ફેસ પેક્સ લગાવીએ છીએ પરંતુ પગને ઈગ્નોર કરી દઈએ છીએ જેના કારણે પગનો રંગ કાળો પડી જાય છે અને જે બાદ તમે શોર્ટ ડ્રેસ કે સારી સેન્ડલ પણ પહેરી શકતા નથી કેમ કે ચહેરાની તુલનાએ તમારા પગ ખૂબ વધુ કાળા અને ખરાબ નજર આવે છે.

સાફ અને એક્સફોલિએટ કરો

નિયમિત રીતે પોતાના પગને સામાન્ય સાબુ અને ગરમ પાણીથી સાફ કરો. પગની સ્કિનને એક્સફોલિટ કરવા અને ડેડ સ્કિન સેલ્સને હટાવવા માટે માઈલ્ડ સ્ક્રબ કે પ્યૂમિસ સ્ટોનનો ઉપયોગ કરો.

લીંબુનો રસ અને બેકિંગ સોડા

લીંબુનો રસ અને બેકિંગ સોડાને સમાન પ્રમાણમાં લઈને એક પેસ્ટ બનાવો. આને કાળા પડેલા પગ પર લગાવો. થોડી મિનિટ માટે એમ જ રહેવા દો અને પછી ધોઈ લો.

હળદર અને દહીનું માસ્ક

હળદર અને દહીને મિલાવીને પેસ્ટ બનાવી દો. આને પોતાના પગ પર લગાવો. 10-15 મિનિટ સુધી લગાવીને રહેવા દો અને બાદમાં ધોઈ દો. 

એલોવેરા જેલ

પોતાના પગ પર તાજી એલોવેરા જેલ લગાવો. એલોવેરા પગને સોફ્ટ બનાવે છે અને સ્કિનને બ્રાઈટ કરે છે.

ખીરાનો ટુકડો

ખીરાની સ્લાઈસને પોતાના કાળા પડેલા પગ પર 10-15 મિનિટ માટે રાખો અને તેના જ્યૂસને પગ પર લગાવો. ખીરા સ્કિનને નિખારવામાં મદદ કરી શકે છે.

સનસ્ક્રીન લગાવો

જો તમારા પગ તડકાના સંપર્કમાં રહે છે તો તેની પર એક સારા એસપીએફ વાળી સનસ્ક્રીન લગાવો. તેનાથી ટેનિંગની સમસ્યાને રોકી શકાય છે.

નિયમિતરીતે મોઈશ્ચરાઈઝ કરો

પોતાની ત્વચાને હાઈડ્રેટેડ રાખવા માટે સારુ મોઈશ્ચરાઈઝર લગાવો. આ ડ્રાય સ્કિન અને કાળાશને વધવાથી રોકી શકે છે. 


Google NewsGoogle News