Get The App

ઉનાળામાં દૂધને ફ્રિજમાં રાખ્યા વગર બગડતું અટકાવવા અપનાવો આ સરળ ટિપ્સ

Updated: Apr 6th, 2025

GS TEAM


Google News
Google News
How To Avoid Milk Curdling In Summer


How To Avoid Milk Curdling In Summer:  ઉનાળામાં તાપમાનમાં વધારો થતાં અનેક સમસ્યાઓ પણ વધી જાય છે. ખાસ કરીને આ સિઝનમાં ખાદ્યપદાર્થોનો સંગ્રહ કરવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે. ઉનાળાની ગરમી વધવાની સાથે ફળો, શાકભાજી અને અન્ય ખાદ્યપદાર્થો રેફ્રિજરેટરમાં રાખવા જરૂરી બની જાય છે. ખાસ કરીને જો દૂધ રેફ્રિજરેટરની બહાર રાખવામાં આવે તો તે થોડા કલાકોમાં બગડી જાય છે. એવામાં જો તમારી પાસે ફ્રિજ નથી તો દૂધ સ્ટોર કરવાની રીત તમને ઉપયોગી થશે. 

દૂધ ગરમ કરતી વખતે 2-3 વાર ઉભરા આવવા દો

જો તમે ઈચ્છો છો કે દૂધ બગડી જ જાય તો તમારે તેને 24 કલાકમાં 3 થી 4 વાર ઉકાળવું પડશે. ધ્યાનમાં રાખો કે આ સમયે ગેસની ફ્લેમ વધુ ન હોવી જોઈએ, જેથી તે બરાબર ઉકળી શકે. દરેક વખતે 2-3 વાર ઉભરા આવ્યા પછી જ ગેસ બંધ કરો. દૂધ ગરમ થાય એટલે તેને પ્લેટ વડે આછું ઢાંકી દો. ક્યારેક દૂધ સંપૂર્ણપણે ઢંકાયેલું હોય તો પણ બગડી જવાની સમસ્યા થતી હોય છે. 

સાફ વાસણમાં જ દૂધ ગરમ કરવું 

ગંદા વાસણો પણ દૂધના બગડવા પાછળનું એક કારણ હોઈ શકે છે. તેથી, જ્યારે પણ તમે દૂધ ઉકાળો ત્યારે કાળજીપૂર્વક તપાસો કે વાસણ સાફ છે કે નહીં. જો તે ચોખ્ખું હોય તો પણ તેને એકવાર પાણીથી ધોઈને વાપરવું જોઈએ. આ પછી વાસણમાં દૂધ નાખતા પહેલા એક કે બે ચમચી પાણી ઉમેરો. આ દૂધને તળિયે ચોંટતા અટકાવશે.

ઘણી વખત એવું બને છે કે લોકો જૂના દૂધના વાસણમાં નવું દૂધ નાખીને તેને ગરમ કરે છે. આના કારણે દૂધ બગડી શકે છે. ઉનાળાની ઋતુમાં દૂધને સ્વચ્છ વાસણમાં ઉકાળવું જોઈએ. 

ખાવાનો સોડા બની શકે છે ઉપયોગી 

જ્યારે તમે દૂધ ગરમનું ભૂલી જાઓ છો, ત્યારે ખાવાનો સોડા એટલે કે બેકિંગ સોડા ઉપયોગી થઇ શકે છે. કારણ કે તે દૂધને બગડતું અટકાવી શકે છે. આ માટે જ્યારે તમે દૂધને ગેસ પર ઉકળવા મૂકો ત્યારે તેમાં એક ચપટી ખાવાનો સોડા નાખીને ચમચીની મદદથી મિક્સ કરો. જેથી દૂધ ગરમ કરતી વખતે તે ફાટશે નહિ. જો કે, ધ્યાનમાં રાખો કે મોટી માત્રામાં બેકિંગ સોડા દૂધનો સ્વાદ બગાડી શકે છે.

આ પણ વાંચો: નવરાત્રીના ઉપવાસ છોડ્યા બાદ તરત જ ન ખાવી જોઈએ આ વસ્તુઓ, સ્વાસ્થ્ય પર પડી શકે છે અસર

આ રીતે પેકેટ મિલ્ક સ્ટોર કરો

નિષ્ણાતોના મતે, પેકેજ્ડ દૂધને લાંબા સમય સુધી ઉકાળવું જોઈએ નહીં કારણ કે તે પહેલેથી જ પેશ્ચરાઇઝ્ડ હોય છે. કંપની પેકિંગ કરતા પહેલા દૂધને સારી રીતે પેશ્ચરાઇઝ્ડ કરે છે, જેના કારણે તે જીવાણુ મુક્ત અને સ્ટોર કરી શકાય તેવું રહે છે. ફરી ગરમ કરવાથી દૂધના પોષક તત્વોમાં ઘટાડો થાય છે. આથી આ દૂધ બને એટલા ઓછા સમયમાં જ વાપરી નાખવું જોઈએ. 

જો તમારે સંગ્રહ કરવો હોય, તો શણની કોથળીને ઠંડા પાણીથી ભીની કરો અને તેમાં પેકેટ લપેટી લો. જેના કારણે તે સરળતાથી 5 થી 6 કલાક સુધી સુરક્ષિત રહેશે.

ઉનાળામાં દૂધને ફ્રિજમાં રાખ્યા વગર બગડતું અટકાવવા અપનાવો આ સરળ ટિપ્સ 2 - image

Tags :