દરરોજ એક કપ બ્લેક કોફી પીવાના ગજબ ફાયદા, વજન ઘટાડવામાં બનશે મદદરૂપ
Black Coffee Benefits: તેમાં કોઈ શંકા નથી કે કેફીન માત્ર તમારો મૂડ જ સુધારે છે પરંતુ તમને રિલેક્સ, એનર્જેટીક અને વધુ એક્ટીવ રહેવામાં મદદ કરે છે. પરંતુ સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી દૂધ અને ખાંડ સાથે છ અને કોફી પીવા કરતા બ્લેક કોફી પીવી વધુ ફાયદાકારક માનવામાં આવે છે.
ભારત સહિત સમગ્ર વિશ્વમાં મોટી સંખ્યામાં લોકો ચા અને કોફીના શોખીન છે. ભારતમાં ઘણા લોકો તેમની સવારની શરૂઆત ચા કે કોફીથી કરે છે. તેમાં કોઈ શંકા નથી કે કેફીન માત્ર તમારો મૂડ જ સુધારે છે પરંતુ તમને રિલેક્સ, એનર્જેટીક અને વધુ એક્ટીવ રહેવામાં પણ મદદ કરે છે. પરંતુ સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી, સામાન્ય ચા અને કોફીને બદલે દૂધ અને ખાંડ વગર એટલે કે બ્લેક કોફી પીવી વધુ ફાયદાકારક માનવામાં આવે છે.
બ્લેક કોફી પીવાથી થાય છે અનેક ફાયદા
બ્લેક કોફી તમને માત્ર એક કે બે નહીં પરંતુ ઘણા ફાયદાઓ આપે છે, જેમાં વજન ઘટાડવું અને હૃદય રોગ, અલ્ઝાઈમર અને ટાઇપ 2 ડાયાબિટીસ જેવી સ્થિતિઓથી બચવાનો સમાવેશ થાય છે. આજે અહીં બ્લેક કોફી પીવાના કેટલાક ફાયદાઓ વિશે વાત કરીશું.
મૂડમાં સુધારો
બ્લેક કોફી શરીરમાં ડોપામાઈન અને નોરેપીનેફ્રાઈન હોર્મોન્સ, જેને હેપ્પી હોર્મોન્સ કહેવાય છે, તેમાં વધારો કરે છે. તેના કારણે તમે વધુ ઉત્સાહ અને ખુશી અનુભવી શકો છો.
ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે
બ્લેક કોફી સુગર લેવલને નિયંત્રિત કરવામાં અને ટાઇપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે.
હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો
બ્લેક કોફી બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરી શકે છે. તેમજ હૃદય રોગ અને સ્ટ્રોકના જોખમને ઘટાડવામાં પણ મદદરૂપ છે.
માનસિક સ્વાસ્થ્ય
બ્લેક કોફી તમારા માનસિક સ્વાસ્થ્ય તેમજ નર્વસ સિસ્ટમના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે, તેમજ બ્લેક કોફી અલ્ઝાઈમર અને પાર્કિન્સનનું જોખમ ઘટાડી શકે છે.
વજન ઘટાડવામાં મદદરૂપ
બ્લેક કોફીમાં કેલરી ઓછી હોય છે અને તે તમારા ચયાપચયને વધારવામાં મદદ કરી શકે છે, જે તમારા શરીરને વધારાની ચરબી ઘટાડવામાં અને તમારું વજન નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
સ્કિનમાં સુધારો
બ્લેક કોફીમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે સ્કિન માટે હાનિકારક એવા ઓક્સિડેટીવ સામે લડવામાં મદદ કરે છે. આ સાથે, તે સ્કિનના સ્વાસ્થ્યને સુધારવામાં પણ મદદ કરી શકે છે.
યુરીન પ્રક્રિયા સુધારવા
બ્લેક કોફી યુરીન પ્રક્રિયાને સુધારવામાં મદદ કરે છે જે તમારા પેટમાંથી રસાયણો અને બેક્ટેરિયાને બહાર કાઢવામાં મદદ કરી શકે છે.