2023ના વર્ષમાં મળશે 15 લોન્ગ વિકેન્ડ, કરી લો તમારી રજાઓ પ્લાન

2023માં આવશે આટલી રજાઓ

Updated: Dec 30th, 2022


Google NewsGoogle News
2023ના વર્ષમાં મળશે 15 લોન્ગ વિકેન્ડ, કરી લો તમારી રજાઓ પ્લાન 1 - image


વર્ષ 2022ને પૂરું થવાને આડે હવે 1 જ દિવસ બાકી છે ત્યારે લોકોએ નવા વર્ષની તૈયારીમાં લાગી ગયા છે, ત્યારે અમે લઈને આવ્યા છીએ આપના માટે વર્ષ 2023નું કેલેન્ડર. આવતા વર્ષમાં મળશે કુલ 15 લોન્ગ વિકેન્ડ  તમે પણ અત્યારથી જ તમારી ટ્રીપ પ્લાન કરી લો. 

વર્ષ 2023ને વેલકમ કરવા માટે તૈયારીઓ અને પાર્ટીઓ શરુ થઈ ગઈ છે. લોકો હોલી-ડે માટે ફેમીલી સાથે નીકળી ગયા છે ત્યારે વર્ષ 2023માં તમારા માટે પણ છે એક સારા સમાચાર. આવતા વર્ષે કુલ 15 લાંબા વિકેન્ડ મળશે જેમાં તમે પણ ફરવા માટેના પ્લાન્સ અત્યારથી ઘડી શકો છો. 

જાન્યુઆરી:
વર્ષ 2023ની શરૂઆત જ રવિવારથી થશે. એવામાં જો તમે કોઈ ટ્રીપ પ્લાન કરવા માંગતા હોય તો આજે શુક્રવારે રાતે નીકળી શકો છો, કાલે 31મી એ શનિવાર અને ત્રીજો દિવસ એટલે નવા વર્ષનો પહેલો દિવસ રવિવાર 1લી જાન્યુઆરીએ આવશે. જો તમે પણ મીની ટ્રીપનું પ્લાનિંગ કરવા માંગતા હોય તો કરી શકો છો.

જાન્યુઆરીમાં 14 જાન્યુઆરીએ લોહરી અને ઉત્તરાયણ ઉજવવામાં આવશે. 14 જાન્યુઆરીએ શનિવાર છે એટલે 15 જાન્યુઆરીએ રવિવારની રજા મળશે આમ 13,14,15 જાન્યુઆરી લોન્ગ વિકેન્ડ બની રહેશે. 

આ ઉપરાંત 26 જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ ગુરુવારે આવશે એટલે જો તમે 27મી શુક્રવારે રજા લેશો તો ગુરુ, શુક્ર, શનિ, રવિ એમ ચાર રજાઓ એકસાથે મળીને એક લાંબી ટ્રીપનું આયોજન કરી શકાશે.

ફેબ્રુઆરી:
ફેબ્રુઆરી મહિનામાં પણ એક લાંબા વિકેન્ડનું પ્લાનિંગ કરી શકશો. 18 ફેબ્રુઆરી શનિવારે મહાશિવરાત્રીનો તહેવાર છે. જો તમે 17 ફેબ્રુઆરી શુકવારે રજા લેશો તો 17,18,19 એમ ત્રણ દિવસીય ટ્રીપની આયોજન કરી શકશો. 

માર્ચ:
માર્ચને રંગોનો મહિનો કહેવામાં આવે છે. આ વખતે હોલી 8 માર્ચ બુધવારે આવે છે. હોળીનો તહેવાર મોટા ભાગે વધારે રજાઓ લઈને આવે છે. જો તમે લોન્ગ વિકેન્ડ પ્લાન કરવા માંગતા હોય તો 9 અને 10 માર્ચ એટલે કે ગુરુવાર અને શુક્રવારે જો રજા લઈ લો તો શનિ અને રવિવાર થઈને કુલ 5 દિવસની લાંબી ટ્રીપ પ્લાન કરી શકશો. 

એપ્રિલ:
એપ્રિલમાં પણ લોન્ગ વિકેન્ડ મળવા બનશે. 4 એપ્રિલ મંગળવારે મહાવીર જયંતિ છે અને 7 એપ્રિલે ગુડ ફ્રાઇડે, આ બંને રાજાઓની વચ્ચે જો તમે 5 અને 6 એપ્રિલે રજા લેશો તો કુલ 6 દિવસ એટલે કે આખા વીકની રજા માણી શકશો.

મે:
મે મહિનામાં 5 તારીખે બુદ્ધ પૂર્ણિમા આવે છે જે શુક્રવાર છે અને પાછળ શનિ અને રવિ એમ થઈને કુલ 3 દિવસની રજા મળશે. 

જૂન:
જૂનમાં બે લોન્ગ વિકેન્ડ આવે છે. 20 જૂને જગન્નાથજીની રથયાત્રા નીકળશે, તે દિવસે મંગળવાર છે. જો તમે એના એક દિવસ અગાઉ એટલે કે સોમવારે રજા લઈ લો તો 17 અને 18 જૂન એટલે કે શની, રવિ, સોમ અને મંગલ એમ કુલ 4 દિવસનું લાંબુ વિકેન્ડ મળશે. 

આ ઉપરાંત જૂનમાં બકરી ઇદ પર પણ લોન્ગ વિકેન્ડ મળશે. બકરી ઈદ ગુરુવાર 29 જૂનના આવશે.એટલે જો તમે 30 જૂન શુકવારની રજા લેશો તો 1 જુલાઈ શનિવાર અને 2 જુલાઈ રવિવાર એમ કુલ 4 દિવસનું વિકેન્ડ મળશે.

ઓગસ્ટ:
ઓગસ્ટમાં 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ મંગળવારે આવે છે, એવામાં જો તમે 14 ઓગસ્ટે રજા લેશો તો 12 અને 13 ઓગસ્ટ શનિ, રવિ, સોમ અને મંગળ એમ ચાર દિવસની રજાઓનો આનંદ લઈ શકશો.

આ ઉપરાંત 29 ઓગસ્ટ મંગળવારે ઓણમ અને 30 ઓગસ્ટ બુધવારે રક્ષાબંધનનો તહેવાર આવશે, એમાં જો તમે 28 ઓગસ્ટ સોમવારે ર્જલેસો તો 26-30 ઓગસ્ટ એમ પાંચ દિવસની રજાનો લાભ લઈ શકશો. 

ઓક્ટોબર:
2 ઓક્ટોબર ગાંધી જયંતિ સોમવારે આવે છે, 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે શનિવાર અને રવિવાર એમ કુલ મળીને તમને 3 રજા મળશે, તો એ જ મહિનામાં 24 ઓક્ટોબરે દશેરાનો તહેવાર મંગળવારે આવશે જો તમે સોમવારે રજા લો છો તો 21-24 ઓક્ટોબર સુધીની રજાનો લાભ મળશે. 

નવેમ્બર:
તહેવારના મામલામાં સૌથી વધારે તહેવારો આ મહિનામાં આવે છે. દિવાળી વિકેન્ડની વાત કરીએ તો 12 નવેમ્બરે દિવાળી છે જે રવિવારે પડે છે, 13 નવેમ્બરે સોમવારે ગોવર્ધન પૂજા અને 14 નવેમ્બરે ભાઈબીજનો તહેવાર આવે છે આમ 11-14 નવેમ્બર સુધી લાંબો વિકેન્ડ મળશે. 

ડિસેમ્બર:
ડિસેમ્બર 2023માં ક્રિસમસ સોમ્વાઈ આવે છે આમ 23-24-25 એમ શનિ , રવિ ને સોમ એમ 3 દિવસની રજા માણી શકાશે.           


Google NewsGoogle News