Get The App

Black Diamond Ice Cream: શું તમે દુનિયાની સૌથી મોંઘી આઇસક્રિમ ખાધી?

Updated: Sep 8th, 2022


Google NewsGoogle News
Black Diamond Ice Cream: શું તમે દુનિયાની સૌથી મોંઘી આઇસક્રિમ ખાધી? 1 - image


નવી દિલ્હી,તા. 8 સપ્ટેમ્બર 2022 ગુરુવાર 

આઈસ્ક્રીમ.. નામ સાંભળતા જ ખાવાની ઇચ્છા થઇ જાય ને? આજના સમયમાં કોને આઈસ્ક્રીમ પસંદ નહી હોય પરંતૂ તમે આઇસક્રિમ ખાવા પાછળ કેટલાં પૈસા ખર્ચશો? 100,200 કે 500 રૂપિયા કે 10 હજાર કે પછી તેનાથી વધુ ? હા આજે અમે વાત કરવાના છીએ સૌથી મોંઘી આઇસક્રીમની જેનો ભાવ અને લુક જાણીને તમને જરુર નવાઇ લાગશે.     

મોસ્ટ એક્સપેન્સિવ આઈસ્ક્રીમ

શું તમે દુનિયાની સૌથી મોંઘી આઈસ્ક્રીમ (બ્લેક ડાયમંડ આઈસ્ક્રીમ) વિશે જાણો છો. તેના માત્ર એક કપની કિંમત 61 હજાર રૂપિયાની નજીક છે. આ આઇસક્રીમમાં સોનાનો પણ ઉપયોગ થયો છે. જો તમારે આ આઇસક્રીમ ખાવો હોય તો તે ક્યાં મળશે? 

ખાસિયત (Black Diamond Ice Cream)

  • આ આઈસ્ક્રીમનું નામ બ્લેક ડાયમંડ છે.
  • આ આઇસક્રીમ વર્ષ 2015માં દુબઈમાં સ્કૂપી કેફેમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.
  • આ બ્લેક ડાયમંડ આઈસ્ક્રીમની ઉપર 23 કેરેટ સોનું છે
  • અંદર મેડાગાસ્કર વેનીલા આઈસ્ક્રીમ હોય છે.
  • આ આઈસ્ક્રીમમાં ઈરાનનું કેસર અને બ્લેક ટ્રફલ પણ ઉમેરવામાં આવે છે. 
  • એક રિપોર્ટ અનુસાર તેની કિંમત 61 હજાર રૂપિયાની નજીક છે.

અભિનેત્રી અને ટ્રાવેલ વ્લોગર શેનાઝ ટ્રેઝરીએ એકવાર આ આઈસ્ક્રીમ વિશે જણાવ્યું હતું જ્યારે તે દુબઈ ગઈ હતી. અભિનેત્રીએ પોતાનો આઈસ્ક્રીમ ખાતો વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે લખ્યું છે કે તે દુબઈમાં સોનું ખાય છે. આ દુનિયાનો સૌથી મોંઘો આઈસ્ક્રીમ છે.

Black Diamond Ice Cream: શું તમે દુનિયાની સૌથી મોંઘી આઇસક્રિમ ખાધી? 2 - image

આ આઇસક્રીમ બનાવનારનું કહેવુ છે કે, યોગ્ય ઘટકો શોધવા અને આ સ્વાદિષ્ટ ડેઝર્ટ બનાવવામાં પાંચ અઠવાડિયાથી વધુ સમય લાગ્યો હતો. આ આઈસ્ક્રીમ ડેઝર્ટ બ્લેક ટ્રફલ અને કેસર જેવી દુર્લભ સામગ્રી સાથે બનાવવામાં આવે છે. આઇસક્રીમનો બેસ મેડાગાસ્કર વેનીલા બીન ફ્લેવરના સ્તરનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.  જેને 23 કેરેટ ગોલ્ડ લીફનો ઉપયોગ કરીને શણગારવામાં આવે છે. આ બ્લેક ડાયમંડને વર્સેસ બાઉલમાં મેચિંગ ચમચી સાથે પીરસવામાં આવે છે, જેને ગ્રાહકોને તેમની સાથે ઘરે લઈ જવાની છૂટ છે.


Google NewsGoogle News