Get The App

World Elder Abuse Awareness Day: આ 4 બાબતોનું ધ્યાન રાખી વૃદ્ધો સાથે થતો દુર્વ્યવહાર અટકાવો

Updated: Jun 15th, 2023


Google News
Google News
World Elder Abuse Awareness Day: આ 4 બાબતોનું ધ્યાન રાખી વૃદ્ધો સાથે થતો દુર્વ્યવહાર અટકાવો 1 - image


                                                          Image Source: Freepik

અમદાવાદ, તા. 15 જૂન 2023 ગુરૂવાર

આપણા ઘરનો પાયો વડીલો હોય છે. તેમના કારણે ઘરની કાયાકલ્પ ખૂબ સારી હોય છે. આપણો વ્યવહાર પણ સારો હોય છે. વડીલો આપણને દર તે વાત શીખવાડે છે, જેમનું જીવનમાં ખૂબ મહત્વ હોય છે પરંતુ આપણે સૌ પોતાના વડીલોનું મહત્વ જ ઘણી વખત સમજી શકતા નથી અને તેમની સાથે દુર્વ્યવહાર કરવા લાગીએ છીએ. સમગ્ર દુનિયામાં વૃદ્ધોની સાથે દુર્વ્યવહારની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. આનાથી તેમને બચાવવા અને આપણને જાગૃત કરવા દર વર્ષે 15 જૂને વર્લ્ડ એલ્ડર એબ્યુઝ અવેરનેસ ડે એટલે વિશ્વ વૃદ્ધ દુર્વ્યવહાર જાગૃતતા દિવસ મનાવવામાં આવે છે.

વર્લ્ડ એલ્ડર એબ્યુઝ અવેરનેસ ડેનો ઉદ્દેશ્ય અને થીમ

સમગ્ર દુનિયાના વડીલો પ્રત્યે થઈ રહેલા ગેરવર્તન અને ઉપેક્ષાને લઈને દરેકે જાગૃતતા રાખવી જ આ દિવસનો હેતુ છે. આ રીતે સમાજમાં વડીલો પ્રત્યે સન્માન અને સેવાની ભાવનાને પેદા કરવા માટે અભિયાન ચલાવવામાં આવે છે. આ વર્ષની થીમ 'Combating Elder Abuse' છે. આનો અર્થ વડીલો પ્રત્યે થઈ રહેલા ખરાબ વર્તન વિરુદ્ધ અવાજ ઉઠાવવો છે.

આ રીતે વૃદ્ધો સાથે થતો દુર્વ્યવહાર અટકાવો

1. વાતચીત

પોતાની દિનચર્યામાંથી અમુક સમય કાઢીને ઘરના વડીલોને આપો. ઘરના મહત્વના મુદ્દાઓ પર તેમની સાથે વાતચીત કરો. જો તમારી સમક્ષ કોઈ વડીલ સાથે ગેરવર્તન થઈ રહ્યુ હોય તો યોગ્ય સમય જોઈને તેમની સાથે વાત કરો. તેમને ત્યારે જ તેમના દુ:ખ વિશે પૂછો જ્યારે તેઓ પોતાની વાત જણાવે.

2. સંમતિ

જો તમે કોઈ વડીલની મદદ કરવા ઈચ્છો છો તો સૌથી પહેલા તેમની પરવાનગી લો. પરવાનગી વિના મદદ કરવાથી બચો. આ પણ જાણે-અજાણ્યે વડીલો પ્રત્યે અસન્માન જ છે. કોઈ પણ એક્શન ત્યારે લો જ્યારે તેમાં વડીલોની પરવાનગી હોય.

3. રૂઢિવાદિતા ટાળો

જો તમારા અને કોઈ વૃદ્ધ વચ્ચે કોઈ અવરોધ છે તો કોઈ પણ પ્રકારની રૂઢિવાદિતાથી બચવાનો પ્રયત્ન કરો. વૃદ્ધોને પણ આનાથી થતા નુકસાનને જણાવો અને તેમના પ્રત્યે સન્માન રાખો.

4. વૃદ્ધોને સ્પેસ આપો

વૃદ્ધોની દરેક સમયે મદદ કરો, જોકે એ વાતનું ધ્યાન રાખો કે તેમની આઝાદી છીનવાઈ ના જાય. તેમને એવુ ન લાગવુ જોઈએ કે મદદના નામે તમે તેમની સ્વતંત્રતામાં દખલગિરી કરી રહ્યા છો. તેમને સંપૂર્ણ સ્પેસ આપો.

Tags :