World Day Against Child Labour 2020 : જાણો, તેનું મહત્ત્વ અને ઇતિહાસ
- દર વર્ષે 12 જૂનના દિવસે વર્લ્ડ ચાઇલ્ડ લેબર ડે મનાવવામાં આવે છે
નવી દિલ્હી, તા. 12 જૂન 2020, શુક્રવાર
બાળમજૂરી એક ખૂબ જ મોટો ગુનો છે, તેમછતાં આજે પણ બાળમજૂરી દેશ અને દુનિયામાં એક સામાન્ય વાત બની ગઇ છે. આજે પણ નાનકડા માસૂમ બાળકો કે જેમની ઉંમર રમવા-કૂદવાની છે તે બાળકો સરળતાથી કોઇ દુકાનમાં કામ કરતા જોવા મળે છે. બાળમજૂરી રોકવા માટે કેટલાય મહત્ત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે, તેમછતાં પરિસ્થિતિમાં ખાસ કોઇ બદલાવ જોવા મળતો નથી. બાળમજૂરી રોકવા માટે દર વર્ષે વર્લ્ડ ચાઇલ્ડ લેબર ડે મનાવવામાં આવે છે. જાણો, વર્લ્ડ ચાઇલ્ડ લેબર ડેની શરૂઆત ક્યારથી થઇ અને તેનો હેતુ શું છે...
ક્યારે મનાવવામાં આવે છે વર્લ્ડ ચાઇલ્ડ લેબર ડે
- દર વર્ષે 12 જૂનના રોજ વર્લ્ડ ચાઇલ્ડ લેબર ડે મનાવવામાં આવે છે.
વર્લ્ડ ચાઇલ્ડ લેબર ડેની શરૂઆત કેવી રીતે થઇ
ઇન્ટરનેશનલ લેબર ઑર્ગેનાઇઝેશને વર્ષ 2002થી વર્લ્ડ ચાઇલ્ડ લેબર ડે મનાવવાની શરૂઆત કરી હતી. ત્યારથી દર વર્ષે 12 જૂનના રોજ વર્લ્ડ ચાઇલ્ડ લેબર ડે મનાવવામાં આવી રહ્યો છે.
વર્લ્ડ ચાઇલ્ડ લેબર ડે મનાવવાની જરૂર કેમ પડી?
વધતી બાળમજૂરોની સંખ્યાને જોતા ઇન્ટરનેશનલ લેબર ઑર્ગેનાઇઝેશને વર્લ્ડ ચાઇલ્ડ લેબર ડે મનાવવાનો નિર્ણય કરો. આ સમયે દેશ દુનિયામાં કેટલાય એવા બાળકો છે જે બાળમજૂરીમાં જ પોતાનું બાળપણ ગુમાવી રહ્યા છે.
વર્લ્ડ ચાઇલ્ડ લેબર ડેનું મહત્ત્વ
- દેશ દુનિયામાં બાળમજૂરીને રોકવા માટે વર્લ્ડ ચાઇલ્ડ લેબર ડે મનાવવામાં આવે છે.
- આ દિવસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કારણ કે આ દિવસ મનાવવાથી લોકોને બાળમજૂરીને સંપૂર્ણપણે ખતમ કરવાની પ્રેરણા મળશે.
વર્લ્ડ ચાઇલ્ડ લેબર ડે થીમ 2020
આ વર્ષે કોરોના વાયરસે મોટાભાગના બધા લોકો પર તેનો પ્રભાવ પડ્યો છે. બાળમજૂરી પર પણ તેની અસર જોવા મળી રહી છે. જેને ધ્યાનમાં રાખતા આ વર્ષની થીમ નક્કી કરવામાં આવી છે. આ વર્ષની થીમ છે : 'ઇમ્પેક્ટ ઑફ ક્રાઇસિસ ઑન ચાઇલ્ડ લેબર'.