સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેની જુગલબંદી: કડકડતી ઠંડીમાં બીમારીઓથી બચવા દુધમાં નાંખીને પીવો આ વસ્તુ

Updated: Dec 29th, 2023


Google NewsGoogle News
સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેની જુગલબંદી: કડકડતી ઠંડીમાં બીમારીઓથી બચવા દુધમાં નાંખીને પીવો આ વસ્તુ 1 - image


નવી મુંબઇ,તા. 29 ડિસેમ્બર 2023, શુક્રવાર 

શિયાળાની સિઝન ચાલી રહી છે.શરીરને આ ઋતુમાં વધારે પોષણ અને દેખભાળની જરુર હોય છે. ખાસ કરીને આ સિઝનમાં ઘરોમાં શિરો, ગુંદરપાક,લીલા શાકભાજી બનાવવામાં આવે છે. ગાજર અને બીટ તેમજ મેથી, પાલક અને લસણની ચટણી આ સિઝનમાં ખૂબ ખવાય છે. અત્યારે તો માર્કેટમાં રેડી જ અવનવા શિયાળા પાક મળી આવે છે. શિયાળામાં સ્વાસ્થયની ખાસ તકેદારી નહિ રાખવામાં આવે તો આપણને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. શિયાળામાં બહારની સાથે સાથે શરીરને અંદરથી પણ સ્વસ્થ રાખવાની જરુર છે. શરીરની આંતરિક સુરક્ષા માટે શિયાળામાં તમે દુધમાં આ વસ્તુઓ ઉમેરીને શરીરને અંદરથી સ્વસ્થ રાખી શકો છો. 

દૂધમાં આદુ નાંખીને પીવુ

શિયાળાની ઋતુમાં ગરમ દૂધ પીવું કોને ન ગમે?  આ હેલ્થી ટેસ્ટી ડ્રિંક માટે તમારે દરરોજ સવારે દૂધ ગરમ કરતી વખતે તેની સાથે આદુને ઉકાળવાનું રહેશે. આ રીતે તૈયાર થયેલ પીણું દરરોજ પીવાથી ભર શિયાળાની ગમે તેવી તેવી ઠંડીમાં, આખી ઋતુમાં કોઈ રોગ તમને સ્પર્શિ પણ નહિ શકે.

શિયાળામાં 'આદુ' કેમ ફાયદાકારક છે?

આદુમાં રહેલ જીંજરોલ નામનું ખાસ તત્વ માનવશરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે, જે ઠંડીમાં તમને અંદરથી રક્ષણ આપે છે. પરંતુ જો આદુને દૂધ સાથે આરોગવામાં આવે તો તેના ફાયદા પણ વધી જાય છે. હેલ્થ એક્સપર્ટસના મતે આદુ અને દૂધનું આ મિશ્રણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. શિયાળામાં દુધમાં આદુ નાંખીને પીવુ ફાયદાકારક છે. 

શિયાળાની ઋતુમાં દૂધ કયા સમયે પીવું ?

સવારનો સમય આ ડ્રિંક પીવા માટેનો આ શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. તેથી તમે સવારે ખાલી પેટે આદુના દૂધનું સેવન કરી શકો છો. સવારમાં જ આ બૂસ્ટર ડોઝ મળતા તમારા શરીરને દિવસભર ગરમ રાખવામાં મદદ મળશે. તેથી જો તમે શિયાળામાં તમારી જાતને તરોતાજા અને રોગોથી દૂર રાખવા માંગતા હો તો આજથી જ 1 ગ્લાસ આદુવાળું દૂધ પીવાનું શરૂ કરો.


Google NewsGoogle News