Happy World Smile Day : 'વર્લ્ડ સ્માઈલ ડે' શા માટે મનાવવામાં આવે છે, જાણો તેનો ઈતિહાસ અને મહત્વ

Updated: Oct 6th, 2023


Google NewsGoogle News
Happy World Smile Day : 'વર્લ્ડ સ્માઈલ ડે' શા માટે મનાવવામાં આવે છે, જાણો તેનો ઈતિહાસ અને મહત્વ 1 - image


                                                    Image Source: Freepik

અમદાવાદ, તા. 6 ઓક્ટોબર 2023 શુક્રવાર

મધર ટેરેસાએ કહ્યુ હતુ કે શાંતિની શરૂઆત હાસ્યથી થાય છે. તમે ગમે તેટલા ગુસ્સામાં કેમ ન હોવ જો કોઈક વાત સાંભળીને તમારા ચહેરા પર હાસ્ય આવી ગયુ તો કહેવાય છે દિવસ સુધરી ગયો. ઘણીવખત લોકોને એવુ કહેતા સાંભળ્યા હશે કે ખુશ રહો... સ્માઈલ કરતા રહો. કેમ કે સ્માઈલમાં ખૂબ તાકાત હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વર્લ્ડ સ્માઈલ ડે મનાવવામાં આવી રહ્યો છે. આખરે શું છે આ દિવસનું ખાસ મહત્વ. જોકે હાસ્યની તુલના હંમેશા ખુશી સાથે કરવામાં આવી છે અને જે દિવસે તમે સ્માઈલ ન કરી તેનો અર્થ એ છે કે તમે ખુશ નથી. 

એક સ્માઈલથી માત્ર તમે જ ખુશ નથી રહેતા પરંતુ તમારી આસપાસના લોકો, સગા-વ્હાલા તમામ ખુશ રહે છે. તમે પોતે પણ સ્ટ્રેસ મુક્ત રહો છો સાથે જ તમારી આસપાસના લોકો પણ તમારી કંપની પસંદ કરે છે. વર્લ્ડ સ્માઈલ ડે મનાવવા પાછળ સૌથી મોટુ કારણ એ છે કે ઉત્સાહ સાથે તમે સમગ્ર વિશ્વમાં ખુશીઓ વહેંચો.

તારીખ

વિશ્વ હાસ્ય દિવસ પ્રત્યેક વર્ષે ઓક્ટોબરના પહેલા શુક્રવારે મનાવવામાં આવે છે અને તે આ વર્ષે 6 ઓક્ટોબરે છે.

ઈતિહાસ

આ દિવસ મેસાચુસેટ્સના વૉર્સેસ્ટરના એક વ્યાવસાયિક કલાકાર હાર્વે બોલ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. જે 1963માં પ્રતિષ્ઠિત સ્માઈલી ચહેરાનું પ્રતીક બનાવવા માટે જાણીતા છે. વિશ્વ હાસ્ય દિવસ 1999માં લોકોને દયાળુતાના કાર્ય કરવા અને ખુશી ફેલાવવા માટે પ્રોત્સાહિત કરવાની રીત તરીકે બનાવવામાં આવ્યો હતો. બસ હસ્યા કરો. 

મહત્વ

વિશ્વ હાસ્ય દિવસનો હેતુ અન્યને જોઈને હાસ્ય કરવુ અને દયાળુતાના કાર્ય કરીને સદ્ભાવના અને સકારાત્મકતાને પ્રોત્સાહન આપવાનો છે. સાથે જ કોઈ અન્યના દિવસને રોશન કરીને અને આપણી આસપાસની દુનિયાને શ્રેષ્ઠ બનાવવા માટે એક સામાન્ય હાસ્યની શક્તિની યાદ અપાવવાનો છે. તો આ વિશ્વ હાસ્ય દિવસે અજાણ્યાને જોઈને હસો, લોકોને આખો દિવસ મળનાર લોકોને જોઈને હાસ્ય કરવા માટે પ્રોત્સાહિત કરો, મિત્રો, પરિવાર તેમજ અજાણ્યાના જીવનમાં ખુશી લાવવા માટે તેમના માટે દયાળુતા માટે કાર્ય કરો. હાસ્ય વિશે કહાનીઓ, ચિત્ર શેર કરો. શેક્સપિયરે એક વાર લખ્યુ હતુ કે તમારી એક સ્માઈલ ઘણા ઘા ને સાજા કરી દે છે.  


Google NewsGoogle News