ખાલી પેટે ચા પીવી સ્વાસ્થ્ય માટે જોખમી, કેફિન અને નિકોટિનના વધુ પડતા સેવનથી થઈ શકે છે આ સમસ્યા
Side Effects Of Drinking Tea On An Empty Stomach: ભારતમાં ચા પીવાનું વળગણ એટલું મોટું છે કે લોકો દિવસ દરમિયાન ગમે ત્યારે ચા પીવે છે અને પીવડાવે છે. મિત્રો મળ્યા છે તો ચા પીવાની, ચા પીવા મળવાનું, સંબંધીઓ, કુટુંબીઓ, ઑફિસના સાથીઓ, મહેમાનો અને બીજા કોઈપણ લોકો સાથે ચા પીવામાં ભારતીયો અવ્વલ છે.
શું ચા પીવાથી ઊંઘ ઉડી જાય કે સુસ્તી જતી રહે છે?
સામાન્ય રીતે લોકો થાક, કંટાળો, સુસ્તી અને ઊંઘ દૂર કરવા માટે ચા પીવાનું પસંદ કરે છે. તેના કારણે સવારમાં ગરમાગરમ ચા પીવાની આદત લોકોમાં સૌથી વધારે જોવા મળી રહી છે. સવાલ એ થાય છે કે, ખરેખર ચા પીવાથી ઊંઘ ઉડી જાય છે કે પછી સુસ્તી જતી રહે છે.
વધુ પડતાં કેફિનનું સેવન મગજ માટે નુકસાનકારક
આ મામલે સંશોધકો જણાવે છે કે, ચામાં મોટા પ્રમાણમાં કેફિન હોય છે. કેફિન એક એવું સ્ટિમ્યુલન્ટ છે જેનું સેવન કરવાથી થાક દૂર થાય છે અને ઊંઘ ઉડી જાય છે. તેના કારણે જ ચા પીવાથી વ્યક્તિ ફ્રેશ થઈ ગઈ હોય તેમ લાગે છે. ખોટી રીતે અને ખોટા સમયે ચા પીવાના કારણે વ્યક્તિની સ્લીપ સાયકલ ખરાબ પણ થઈ શકે છે. તેના કારણે અનેક બીમારીઓ થવાની શક્યતાઓ પણ વધી જાય છે. વધારે પડતી ચા પીવાથી તણાવ, અનિદ્રા અને ડિપ્રેશન વધવાની શક્યતાઓ વધી જાય છે. વધારે પડતાં કેફિનનું સેવન મગજને નુકસાન પહોંચાડે છે.
સવારે ખાલી પેટે અને મોડી રાત્રે ચા પીવી જોખમી
ડૉક્ટર્સ અને સંશોધકોના જણાવ્યા પ્રમાણે વહેલી સવારે અને મોડી રાત્રે ચા પીવી વધારે જોખમી છે. સવારે જાગ્યા બાદ બ્રશ કર્યા વગર તરત જ ચા પીવાની આદત નુકસાનકારક છે. સવારમાં મોઢામાં જે બેક્ટેરિયા હોય છે તે પેટમાં પહોંચી જાય છે. તેના કારણે ડિહાઇડ્રેશનની મુશ્કેલી થઈ શકે છે.
ચામાં રહેલા ટેનિક એસિડના કારણે પેટ ફૂલવાની સમસ્યા
તેવી જ રીતે ચામાં ટેનિક એસિડની માત્રા વધારે હોય છે તેથી લોકોમાં પેટ ફુલવાની સમસ્યાઓ પણ વધી જાય છે. રાત્રે વધારે ચા પીવાના પણ ઘણા નુકસાન છે. મોડી રાત્રે ચા પીવાથી ઊંઘ ઉડી જવાની સમસ્યા વધવા લાગે છે. લોકોમાં અનિદ્રાનું પ્રમાણ વધી જાય છે. ડૉક્ટરોના મતે ઊંઘ ઓછી થવાથી લોકોમાં ડાયાબિટિસ, વજન વધવું, બ્લડ પ્રેશર વધવું, ડિપ્રેશન, હાર્ટ ડિસિઝ, સ્ટ્રોક જેવી બીમારીઓ થવાનું પ્રમાણ વધી જાય છે.
કેફિન અને નિકોટિનના કારણે ચાની આદત પડે છે
તમાકુ ખાવાની, સિગારેટ પીવી જેવી આદતની જેમ લોકોને ચા પીવાની પણ આદત હોય છે. ચા ન મળે તો માથું દુઃખવું, શરીર કામ ન કરવું, સુસ્તી લાગવા જેવી ફરિયાદો થતી હોય છે. તેનું મોટું કારણ છે શરીરમાં કેફિન અને નિકોટિનનું ઓછું પ્રમાણ. ચા પીવાથી નિકોટિનનું પ્રમાણ વધે છે અને લોકોને તણાવ ઘટતો હોવાનો અનુભવ થાય છે. તેના કારણે લોકો વધારેને વધારે ચા પીવા લાગે છે. તેના પગલે શરીરમાં નિકોટિનનું પ્રમાણ વધી જાય છે.
આ પણ વાંચો: જો કોણી અને ઘૂંટણની કાળાશથી તમે પરેશાન છો, તો આ 5 ઉપાય અપનાવો, ઝડપથી થશે ફાયદો
આ નિકોટિન વ્યક્તિને ચા પીવાની આદત પાડતું જાય છે. જેમ લોકોને લાગે છે કે તમાકુ ખાઈને કે સિગારેટ પીધા પછી સારો મૂડ થઈ જાય છે તેવી જ સ્થિતિ ચા માટે થાય છે. લોકો ચા પીધા પછી ઊંઘ ઉડી જવાની, ફ્રેશ થઈ જવાની વાતો કરે છે જે ખરેખર નિકોટિનના કારણે થતી અસર છે. તેના લીધે જ લોકોને તમાકુ અને સિગારેટની જેમ ચા પીવાની પણ આદત પડી જાય છે.