શા માટે પહેલી જાન્યુઆરીએ નવુ વર્ષ મનાવવામાં આવે છે, જાણો રોચક ઈતિહાસ
Image Source: Freepik
અમદાવાદ, તા. 28 ડિસેમ્બર 2023 ગુરૂવાર
31 ડિસેમ્બર 2023નો દિવસ પૂરો થતા જ રાત્રે 12 વાગે દુનિયા વર્ષ 2024નું સ્વાગત કરશે. આ દિવસે જૂના વર્ષને અલવિદા કહીને 1 જાન્યુઆરીએ નવા વર્ષનો જશ્ન મનાવવામાં આવે છે પરંતુ એક જાન્યુઆરીથી જ નવા વર્ષની શરૂઆત કેમ થાય છે.
શા માટે 1 લી જાન્યુઆરીએ નવુ વર્ષ મનાવવામાં આવે છે
45 ઈ.સ પૂર્વ રોમન સામ્રાજ્યમાં કેલેન્ડરનું ચલણ હતુ. રોમના તત્કાલીન રાજા નૂમા પોંપિલુસના સમયે રોમન કેલેન્ડરમાં 10 મહિના હતા. વર્ષમાં 310 દિવસ અને અઠવાડિયામાં 8 દિવસ. થોડા સમય બાદ નૂમાએ કેલેન્ડરમાં પરિવર્તન કર્યા અને જાન્યુઆરીને કેલેન્ડરનો પહેલો મહિનો માન્યો. 1 જાન્યુઆરીએ નવુ વર્ષ મનાવવાનું ચલણ 1582 ઈ. કે ગ્રેગેરિયન કેલેન્ડરની શરૂઆત બાદ થયો.
આ રીતે જાન્યુઆરી વર્ષનો પહેલો મહિનો બન્યો
1582 પહેલા નવુ વર્ષ માર્ચથી વસંત ઋતુ પર શરૂ થતુ હતુ પરંતુ નૂમાના નિર્ણય બાદ જાન્યુઆરીથી વર્ષની શરૂઆત થવા લાગી. માર્ચ મહિનાનું નામ રોમન દેવતા માર્સના નામ પર રાખવામાં આવ્યુ હતુ, જે યુદ્ધના દેવતા હતા. જાન્યુઆરી રોમન દેવતા જેનસના નામથી લેવામાં આવ્યુ છે, જેમના બે મોઢા હતા આગળનું મોઢુ શરૂઆત અને પાછળનો અંત માનવામાં આવતુ હતુ. નૂમાએ વર્ષના આરંભ માટે શરૂઆતના દેવતા જેનસની પસંદગી કરી અને આ રીતે જાન્યુઆરી વર્ષનો પહેલો મહિનો થઈ ગયો.
ગ્રેગોરિયન કેલેન્ડર કેવી રીતે બન્યુ
જીસસ ક્રાઈસ્ટના જન્મથી 46 વર્ષ પહેલા રોમનના રાજા જુલિયસ સીઝરે નવી ગણતરીના આધારે નવુ કેલેન્ડરનું નિર્માણ કર્યુ. તેનું નામ સીઝરએ જ 1 જાન્યુઆરીથી નવા વર્ષના શરૂઆતની જાહેરાત કરી. પૃથ્વી 365 દિવસ, 6 કલાક સૂર્યની પરિક્રમા કરે છે. આ રીતે જ્યારે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાને જોડવામાં આવ્યા તો સૂર્યની ગણતરી સાથે તેનો તાલમેલ બેઠો નહીં જે બાદ ખગોળવિદોએ આની પર ઊંડો અભ્યાસ કર્યો.
કોઈ પણ કેલેન્ડરને સૂર્ય ચક્ર કે ચંદ્ર ચક્રની ગણતરી પણ આધારિત બનાવવામાં આવે છે. ચંદ્ર ચક્ર પર બનનાર કેલેન્ડરમાં 354 દિવસ હોય છે. સૂર્ય ચક્ર પર બનનાર કેલેન્ડમાં 365 દિવસ હોય છે. ગ્રિગોરિયન કેલેન્ડર સૂર્ય ચક્ર પર આધારિત છે. મોટાભાગના દેશોમાં ગ્રેગોરિયન કેલેન્ડરનો જ ઉપયોગ કરવામાં આવે છે.