વાહ! ભાડે ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ લેવાનું ચલણ વધ્યું, એકબીજાના ખભા પર માથું રાખી રડવાના લે છે પૈસા!
Trend of Renting Girlfriends And Boyfriends: કહેવાય છે કે પૈસા બધું ખરીદી શકે છે, પરંતુ સાચો પ્રેમ નહી, કારણ કે તે અમૂલ્ય છે અને આ એવી વસ્તુ છે જેની કોઈ કિંમત નથી. પરંતુ આજે કેટલાક દેશો તેને ખોટો સાબિત કરવા માટે તેની કિંમત નક્કી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલ દુનિયાભરમાં ભાડે ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ લેવાનું ચલણ વધ્યું છે.
ભાડે ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ લેવાનું ચલણ વધ્યું
જો કોઈને પ્રેમની કેટલીક પળો વિતાવવાની ઈચ્છા હોય, કોઈનાં સાથની જરૂર હોય અથવા કોઈના ખભા પર માથું રાખીને રડવાનું મન થાય તો હવે તેના માટે એક નિશ્ચિત રેટ છે. ખાસ કરીને ચીન અને જાપાન આ ટ્રેન્ડમાં સૌથી આગળ છે, જ્યાં વ્યક્તિ દરેક ઈચ્છા પૂરી કરવા માટે ઉપલબ્ધ છે.
વિયેતનામથી સામે આવ્યો રિપોર્ટ
હાલમાં જ વિયેતનામથી આ ટ્રેન્ડને લઈને એક રસપ્રદ રિપોર્ટ સામે આવ્યો છે. જ્યાં લોકો પોતાના માતા-પિતાને ખુશ કરવા માટે ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડને ભાડે લઈ રહ્યા છે.
વિયેતનામની 30 વર્ષીય પ્રોફેશનલ મહિલા એક સંબંધની શોધમાં હતી. તેના માતા-પિતા તેના પર લગ્ન માટે દબાણ કરી રહ્યા હતા કારણ કે તેઓ ઈચ્છતા ન હતા કે તેમની દીકરી આ ઉંમરે એકલી રહે. મહિલાએ આ સમસ્યાનો અનોખો ઉપાય શોધી કાઢ્યો અને એક બોયફ્રેન્ડ ભાડે લીધો.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વિયેતનામમાં એક અઠવાડિયા માટે ગર્લફ્રેન્ડ અથવા બોયફ્રેન્ડ ભાડે મેળવવાનો ખર્ચ લગભગ 100 યુએસ ડોલર (લગભગ 8,000-9,000 રૂપિયા) છે. જો તે એક મહિના માટે છે તો કિંમત રૂ.16,000-24,000 સુધી હોઈ શકે છે.
જાપાન અને ચીનમાં આ ટ્રેન્ડ વધ્યો છે
'ભાડે ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ'નો ટ્રેન્ડ હવે ચીન અને જાપાનમાં એકદમ સામાન્ય બની ગયો છે અને ઘણા લોકો માટે તે પૈસા કમાવવાનો નવો રસ્તો પણ બની ગયો છે. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ અનુસાર, મોટાભાગના લોકો જે વ્હાઇટ કોલર વર્કર છે તેમની પાસે ફુલ-ટાઇમ જોબ છે, પરંતુ તેમના ફ્રી ટાઇમમાં તેઓ 'ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ ફોર હાયર' બનીને સારી એવી કમાણી કરી રહ્યા છે.
આ પણ વાંચો: ફાટેલી એડીમાં રાહત મેળવવા અપનાવો આ ઘરગથ્થુ ઉપાયો, 15 દિવસમાં દેખાશે અસર
શા માટે આ ટ્રેન્ડ વધી રહ્યો છે?
એક્સપર્ટ અનુસાર લગ્નના બંધનથી અલગ વિચારસરણીને કારણે ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડને ભાડે લેવાનું ચલણ વધી રહ્યું છે. જ્યાં પહેલા લોકો સંબંધોને કાયમી અને ભાવનાત્મક મામલા તરીકે જોતા હતા, હવે તેઓ તેને આર્થિક અને સામાજિક જરૂરિયાત તરીકે જોવા લાગ્યા છે. લાંબા ગાળા સુધી સંબંધો માટે પ્રતિબદ્ધ થવાને બદલે, લોકો અસ્થાયી અને અનુકૂળ સંબંધો તરફ આગળ વધી રહ્યા છે, જ્યાં અપેક્ષાઓ ઓછી હોય છે.