Get The App

ગર્ભવતી મહિલાઓ જીવલેણ ટિટનેસ બીમારીથી બચે! બાળક પણ થઈ શકે છે સંક્રમિત, જાણો બચવાના ઉપાય

Updated: Feb 10th, 2024


Google NewsGoogle News
ગર્ભવતી મહિલાઓ જીવલેણ ટિટનેસ બીમારીથી બચે! બાળક પણ થઈ શકે છે સંક્રમિત, જાણો બચવાના ઉપાય 1 - image

Image:freePik

નવી દિલ્હી,તા. 10 ફેબ્રુઆરી 2024, શનિવાર 

ટિટાનસ રોગ જીવલેણ છે અને આજ સુધી તેનો કોઈ ઈલાજ નથી. આ રોગને રોકવા માટે માત્ર એક રસી ઉપલબ્ધ છે, પરંતુ જો કોઈને આ રસી ન મળે અને તેને ટિટાનસનો ધનુર (Tetanus)ચેપ લાગી જાય તો આવા દર્દીનો જીવ બચાવવો મુશ્કેલ બની જાય છે. 

ટિટાનસ મગજ, હૃદય અને સ્નાયુઓને અસર કરે છે. ટિટાનસ(Tetanus) હૃદયની નિષ્ફળતા અને મગજનો સ્ટ્રોકનું કારણ બની શકે છે. જેના કારણે દર્દીનું મૃત્યુ થાય છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા (w.h.o.) નો એક રીપોર્ટ પ્રમાણે, 1988માં સમગ્ર વિશ્વમાં અંદાજે 8 લાખ નવજાત શિધુઓ ધનુરના રોગ થી મૃત્યુ પામતા હતા.

ટિટાનસ એ એક રોગ છે, જે સગર્ભા માતામાંથી તેના બાળકને પણ થઈ શકે છે. આ પ્રકારના ચેપને માતૃત્વ ટિટાનસ કહેવામાં આવે છે.

આ રોગના લક્ષણો બાળકના જન્મના બે દિવસ પછી દેખાય છે. બાળકના સ્નાયુઓ સખત થવા લાગે છે અને હૃદયને પણ અસર થાય છે. બાળકોમાં ટિટાનસના કિસ્સામાં, 90 ટકા કેસમાં બાળક મૃત્યુ પામે છે. ટિટાનસ માટે કોઈ ઈલાજ કે દવા નથી. આવી સ્થિતિમાં, લક્ષણોના આધારે સારવાર કરવામાં આવે છે, પરંતુ બાળકના બચવાની સંભાવના ઘણી ઓછી છે.

ગર્ભાવસ્થા દરમિયાન ટિટાનસની રસી જરૂરી 

તબીબોના મતે બાળકોને ટિટાનસથી બચાવવા માટે માતાએ ગર્ભાવસ્થા દરમિયાન ટિટાનસની રસી લેવી જરૂરી છે. આ માટે, ટિટાનસ ટોક્સોઇડના બે ડોઝ એટલે કે, ટીટી ગર્ભાવસ્થાના પ્રારંભમાં આપવી જોઈએ. તેનાથી માતા અને બાળક બંને સુરક્ષિત રહે છે.

બાળકોને પણ રસી આપવી

બાળરોગ નિષ્ણાત ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે, જો માતાને ટિટાનસની રસી આપવામાં આવે તો તે નવજાત શિશુનું રક્ષણ કરે છે. પરંતુ બાળકના જન્મના 6 અઠવાડિયા પછી તેને ડીપીટી રસી લેવી જોઈએ. આ પછી, બીજી રસી 10 અઠવાડિયામાં અને ત્રીજી રસી 14 અઠવાડિયામાં લઇ લેવી. ડીપીટી રસી ડિપ્થેરિયા, ટિટાનસ અને કાલી ઉધરસ સામે રક્ષણ આપે છે.

દર પાંચ વર્ષે બૂસ્ટર

એકવાર બાળકને આ ત્રણ રસી અપાઈ જાય, પછી તે દર પાંચ વર્ષે બૂસ્ટર ડોઝ મેળવી શકે છે. જો બાળકને ટિટાનસની રસી આપવામાં આવે તો ક્યારેય ટિટાનસનું જોખમ રહેતું નથી. 

બાળકો પણ ધૂળ અને માટીમાં રહેતા હોવાથી, તેમને ટિટાનસ ચેપ લાગવાનું જોખમ રહેલું છે. આવી સ્થિતિમાં જો રસી યથાવત રહેશે તો કોઈ ખતરો નહીં રહે.


Google NewsGoogle News