ઠંડી લાગતા માનવીના રૂંવાડા કેમ ઊભા થઈ જાય છે, જાણો તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ
Goosebumpsd: શિયાળાની સિઝનમાં આપણે બહાર નીકળીએ ત્યારે ઠંડા પવનમાં ઠંડી લાગવાથી આપણા રૂંવાડા ઊભા (Goosebumps) થઈ જાય છે. આવી સ્થિતિમાં આપણે ઠંડીથી બચવા માટે ગરમ કપડા પહેરી લઈએ છીએ, કમ્બલ ઓઢી લઈએ અથવા તો પછી ગરમ-ગરમ ચા પી લઈએ છીએ. પરંતુ શું તમે ક્યારેય એ જાણવાનો પ્રયાસ કર્યો કે, આખરે ઠંડી અને રૂંવાડા ઊભા થવાનો શું સબંધ છે? તો ચાલો આજે આપણે તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ જાણીએ.
'ટર્કીબમ્પ' અથવા 'ડકબમ્પ' પણ કહી શકાય
રૂંવાડા ઊભા થઈ જવા એ એક શારીરિક ઘટના છે જે આપણને આપણા પશુ-પૂર્વજો પાસેથી વારસામાં મળેલી છે, જે તેમના માટે ઉપયોગી હતી પરંતુ આપણા માટે બહુ ઉપયોગી નથી. રૂંવાડા ઊભા થતાં જ ત્વચા ઉપસી આવે છે. તેને 'ટર્કીબમ્પ' અથવા 'ડકબમ્પ' પણ કહી શકાય છે. દરેક વાળ સાથે જોડાયેલા નાના સ્નાયુઓના સંકોચનને કારણે આ ત્વચા ઉપસી આવી છે. દરેક સંકુચિત સ્નાયુ ત્વચાની સપાટી પર એક પ્રકારનો છીછરા ખાડો બનાવી દે છે, જેના કારણે આસપાસનો ભાગ ઉપસી આવે છે. આવી સ્થિતિમાં જ્યારે પણ શરીરમાં ઠંડી લાગે છે ત્યારે ત્વચાની સપાટી સંકોચાઈ જવાને કારણે વાળ પણ ઊભા થઈ જાય છે. લોકોને ભાવનાત્મક અથવા ડરાવની પરિસ્થિતિમાં પણ રૂંવાડા ઊભા થઈ જવાનો અનુભવ થાય છે.
આ પણ વાંચો: ગાબા ટેસ્ટ ડ્રો થતાં WTC પોઈન્ટ ટેબલમાં હલચલ, હવે આ છે ફાઈનલમાં પહોંચવાનું સમીકરણ
એડ્રેનાલાઈન નામના સ્ટ્રેસ હોર્મોનનું અચાનક રિલીઝ
જો કે, માનવીમાં આ પ્રોસેસ બેકાર છે કારણ કે આપણા શરીર પર પ્રાણીઓની સમાન વાળ નથી. વૈજ્ઞાનિક કારણની વાત કરીએ તો, આ બધાનું કારણ એડ્રેનાલાઈન નામના સ્ટ્રેસ હોર્મોનનું અચાનક રિલીઝ થવાથી છે. એડ્રેનાલાઈન મનુષ્યમાં કિડનીની ઉપર સ્થિત બે નાની બીન જેવી ગ્રંથીઓમાં રિલીઝ થાય છે. તે ન માત્ર ત્વચાના સ્નાયુઓનું સંકોચનનું કારણ બને પરંતુ શરીરની અન્ય પ્રતિક્રિયાઓને પણ પ્રભાવિત કરે છે. પ્રાણીઓમાં આ હોર્મોન ત્યારે રિલીઝ થાય છે જ્યારે પ્રાણીઓને ઠંડી લાગે છે અથવા તણાવપૂર્ણ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હોય છે, જેનાથી પ્રાણીઓ ભાગવાની અથવા લડવાની પ્રતિક્રિયા માટે તૈયાર થઈ જાય છે. મનુષ્યોમાં એડ્રેનાલાઈન મોટાભાગે ત્યારે રિલીઝ થાય છે જ્યારે આપણને ઠંડી લાગે છે, જ્યારે આપણે સ્ટ્રેસમાં હોઈએ છીએ અથવા તો જ્યારે ક્રોધ અથવા ઉત્તેજના જેવી તીવ્ર ભાવનાઓ અનુભવીએ છીએ. એડ્રેનાલાઈન રિલીઝ થવાના અન્ય લક્ષણોમાં આંસુ, હથેળીઓ પર પરસેવો આવવો, હાથ ધ્રૂજવા, બ્લડ પ્રેશરમાં વધારો, હૃદયના ધબકારા વધવા વગેરે સામેલ છે.