Get The App

ACનું તાપમાન 30થી ઉપર અને 16 ડિગ્રીથી નીચે કેમ નથી જતું?, જાણો તે પાછળનું કારણ

Updated: May 29th, 2024


Google NewsGoogle News
ACનું તાપમાન 30થી ઉપર અને 16 ડિગ્રીથી નીચે કેમ નથી જતું?, જાણો તે પાછળનું કારણ 1 - image


AC Temperature: ઉનાળાની સિઝનમાં ગરમીથી રાહત મેળવવા માટે લોકો કુલર અને એસીનો ઉપયોગ કરતા હોય છે. એવા તમે જોયું હશે કે એસીમાં તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસથી નીચે તેમજ 30 ડિગ્રી સેલ્સિયસથી ઊંચું જતું નથી. 30 ડિગ્રી સેલ્સિયસથી ઉપર ન જવાનું કારણ તો સમજાય કે એસી ઠંડી હવા આપવા માટે બનવામાં આવ્યું છે આથી આનાથી વધુ ઊંચું તાપમાન ઠંડી હવા નહિ આપે. પરંતુ એસીનું તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસથી નીચે કેમ નથી જતું તે જાણીએ. 

16 ડિગ્રી સેલ્સિયસથી નીચે કેમ નથી જતું તાપમાન?

એર કંડીશનરમાં ટેકનીકલ કારણોસર  તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસથી નીચે નથી જતું. ACમાં એક ઇવેપોરેટર હોય છે. જે કુલેટની મદદથી રૂમને ઠંડો કરવામાં મદદ કરે છે. જો તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસથી નીચે સેટ કરવામાં આવે તો ઇવેપોરેટર પર બરફ જામી જશે અને તે ખરાબ થઇ જશે. 

ઇવેપોરેટર ઠંડું કરવાવાળું એક મશીન છે. તેને કુલિંગ ક્વાઇલ્સ પણ કહે છે. સરળ ભાષામાં કહીએ તો ઇવેપોરેટર રૂમની ગરમ હવાને ઠંડી કરી છે. જેના કારણે જ એસી ઠંડી હવા આપે છે. 

શું ACને 16 ડિગ્રી પર રાખવાથી રૂમ ઝડપથી ઠંડો થાય છે?

રૂમને 24 થી 26 ડિગ્રી પર ઠંડુ થવામાં જેટલો સમય લાગે છે તેટલો જ સમય 16 થી 18 ડિગ્રીના તાપમાને લાગશે. 16 થી 18 ડિગ્રીના તાપમાને AC ચલાવવાથી કોમ્પ્રેસર પર ભારે ભાર પડી શકે છે, જેના પરિણામે વધુ વીજળીનો વપરાશ થશે, જે તમારા ખિસ્સા પર પણ ભારે પડી શકે છે. ઉર્જા મંત્રાલયે પણ થોડા સમય પહેલા 24 ડિગ્રી તાપમાનમાં AC ચલાવવાનું સૂચન કર્યું હતું.

ACનું તાપમાન 30થી ઉપર અને 16 ડિગ્રીથી નીચે કેમ નથી જતું?, જાણો તે પાછળનું કારણ 2 - image


Google NewsGoogle News