Get The App

રસોડામાં રહેલી આ વસ્તુ બની રહી છે યુરોપમાં મૃત્યુનું કારણ,WHO એ આપી ચેતવણી

Updated: May 17th, 2024


Google NewsGoogle News
રસોડામાં રહેલી આ વસ્તુ બની રહી છે યુરોપમાં મૃત્યુનું કારણ,WHO એ આપી ચેતવણી 1 - image

Image:Freepik

Salt: આપણા રસોડામાં એવી ઘણી વસ્તુઓ હોય છે જેનું વધારે સેવન કરવામાં આવે તો મૃત્યુ પણ થઈ શકે છે. WHOએ તાજેતરમાં એક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ રિપોર્ટ પ્રમાણે યુરોપમાં દરરોજ 10 હજારથી વધુ લોકો હાર્ટ એટેકના કારણે જીવ ગુમાવી રહ્યા છે. આનો અર્થ એ થયો કે દર વર્ષે 40 લાખ લોકોના મોત માત્ર હાર્ટ એટેકના કારણે થઈ રહ્યા છે, જેનું સૌથી મોટું કારણ વધુ પડતું મીઠું ખાવું છે. હા WHOનું કહેવું છે કે વધુ પડતું મીઠું ખાવાથી BP, હાઈપરટેન્શન જેવી સમસ્યાઓ વધે છે, જેના કારણે હાર્ટ એટેક આવે છે.

વધુ પડતું મીઠું મૃત્યુનું કારણ 

ડબ્લ્યુએચઓએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, યુરોપમાં મોટાભાગના લોકો વધુ પડતું મીઠું ખાય છે. અહીં, 30 થી 79 વર્ષના એક કરતાં વધુ લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય છે, જે હાર્ટ એટેક તરફ દોરી જાય છે. આના કારણે સ્ટ્રોકનું જોખમ રહેલું છે. હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ વધી જાય છે. WHOએ એક નવા રિપોર્ટમાં યુરોપને મીઠું ઓછું ખાવાની અપીલ કરી છે.

શા માટે વધુ પડતું મીઠું જોખમી?

રસોડામાં રહેલી આ વસ્તુ બની રહી છે યુરોપમાં મૃત્યુનું કારણ,WHO એ આપી ચેતવણી 2 - image

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને સ્વસ્થ રહેવા માટે દરરોજ વધુમાં વધુ 5 ગ્રામ મીઠું ખાવાની સલાહ આપી છે, એટલે કે એક દિવસમાં લગભગ 1 ચમચી મીઠું ખાઈ શકાય છે, પરંતુ યુરોપના આ ધોરણ કરતાં તમામ દેશોમાં લોકો વધુ મીઠું ખાય છે. જેના કારણે તેમને હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક, સ્ટ્રોક અને હૃદય સંબંધિત અન્ય બીમારીઓનું જોખમ રહેલું છે.

હાર્ટ એટેકનું જોખમ કેવી રીતે ઘટાડવું

યુરોપ માટે WHOએ કહ્યું છે કે, જો મીઠાનું સેવન ઓછું કરવામાં આવે તો આ જોખમ ઘણી હદ સુધી ઘટાડી શકાય છે. આજકાલ સ્ટ્રીટ ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડમાં મીઠાનો સૌથી વધુ ઉપયોગ થાય છે. વ્યક્તિએ આ ખાવાનું ટાળવું જોઈએ. સંસ્થાનું કહેવું છે કે, જો ખોરાકમાં મીઠાની માત્રામાં માત્ર 25% ઘટાડો કરવામાં આવે તો 2030 સુધીમાં ઓછામાં ઓછા 9 લાખ લોકોના જીવન બચાવી શકાય છે.



Google NewsGoogle News