તમારી સ્કિન માટે ફેસ માસ્ક ખરીદતી વખતે રાખો આટલી વાતોનુ ધ્યાન
Image:FreePik
ત્વચાને સ્વસ્થ રાખવા માટે, યોગ્ય ત્વચા સંભાળ નિયમિત હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ત્વચાની કેર કરવા રૂટિનમાં ફેસ માસ્કનો ઉપયોગ ફાયદાકારક હોઈ શકે છે. મહિલા હોય કે પુરુષ ગ્લોઈંગ ત્વચા કોને ના ગમે? ચમકદાર સ્કિન માટે મહિલા-પુરુષ બંને માર્કેટમાં મળતા મોંઘા પ્રોડક્ટ્સ વાપરે છે, પરંતુ ઘણીવાર આ પ્રોડક્ટ્સ તમારી સ્કિનને ડલ બનાવી દે છે.
ઘણી વખત તમારી ત્વચાના પ્રકારને ધ્યાનમાં રાખ્યા વિના કોઈપણ બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી નુકસાન થઈ શકે છે. ફેસ માસ્ક ચહેરાની ત્વચાને માત્ર સાફ જ નથી કરતું પણ તેને ગ્લો પણ બનાવે છે. ફેસ માસ્ક પસંદ કરતી વખતે સાવધાની રાખવી જરૂરી છે. તેથી તમારી ત્વચાને સ્વસ્થ રાખવા માટે તમારે કયા ફેસ માસ્ક અથવા ફેશિયલ શીટનો ઉપયોગ કરવો જોઈએ તે જાણવુ જરુરી છે.
વિવિધ પ્રકારના ફેસ માસ્ક
બજારમાં ઘણા પ્રકારના ફેસ માસ્ક ઉપલબ્ધ છે. જેમ કે ચારકોલ માસ્ક, હાઇડ્રોજન માસ્ક, મધ એન્ટીઑકિસડન્ટ માસ્ક વગેરે. આ માસ્કની મદદથી તમે તમારા ચહેરાનો ગ્લો વધારી શકો છો.
હની એન્ટીઑકિસડન્ટ હાઇડ્રોજન માસ્ક
જો તમે તમારી ત્વચાને નરમ અને ચમકદાર બનાવવા માંગો છો, તો હની એન્ટીઑકિસડન્ટ હાઇડ્રોજન માસ્ક તમારા માટે બેસ્ટ રહેશે. આ માસ્ક મધની મદદથી બનાવવામાં આવે છે, જે થોડું જાડું અને ચીકણું હોય છે.
ચારકોલ ફેસ માસ્ક
જ્યારે ચારકોલ માસ્ક બ્લેકહેડ્સને દૂર કરવામાં મદદરૂપ છે. આ માસ્કનો ઉપયોગ ત્વચાને ઊંડા સાફ કરવા માટે થાય છે. તેમાં રહેલા તત્વો ત્વચાની અંદર જાય છે અને ત્વચાની ગંદકીને સાફ કરે છે.
હાઇડ્રોજન માસ્ક
હાઈડ્રોજન માસ્ક દ્રાક્ષના બીજના ઉપયોગથી બનાવવામાં આવે છે, જે તમારા ચહેરાની ચમક વધારે છે અને ત્વચાને બેક્ટેરિયા મુક્ત પણ બનાવે છે. આ માસ્ક ચહેરા પરથી કરચલીઓ દૂર કરે છે અને વૃદ્ધત્વના સંકેતોને ઘટાડવામાં મદદ કરે છે.