Get The App

શું તમારા ઘરમાં હીટર છે? તો આ વાતનું ધ્યાન રાખો બાકી પડી શકો છે બીમાર

Updated: Dec 21st, 2024


Google NewsGoogle News
શું તમારા ઘરમાં હીટર છે? તો આ વાતનું ધ્યાન રાખો બાકી પડી શકો છે બીમાર 1 - image


Electric Heater: નાના બાળકો કે વડીલોને ઠંડીમાં ખૂબ જ તકલીફ પડતી હોય છે. એવામાં શિયાળામાં ઘરને ગરમ રાખવું એ મોટી વાત છે. રૂમ હીટર ઠંડીથી બચાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આથી ઠંડીથી બચવા મોટે ભાગે લોકો ઘરમાં રૂમ હીટર તેમજ કારમાં બ્લોઅરનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ જો તમે પણ બ્લોઅર અથવા હીટરનો ઉપયોગ કરો છો તો તમારે થોડી સાવચેતી રાખવી જોઈએ. રૂમ હીટર અને કાર બ્લોઅર કાર્બન મોનોક્સાઇડ ગેસનું ઉત્સર્જન કરે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક બની શકે છે. આથી તેના વધુ પડતા ઉપયોગના કારણે ઘણી આડઅસર થાય છે.  

રૂમ હીટર સાયલન્ટ કિલર પણ કહી શકાય 

લાંબા સમય સુધી રૂમ હીટર ચાલુ રાખીને સૂવું ન જોઈએ. ખાસ કરીને જે રૂમમાં બાળકો સુવે છે તે રૂમમાં ખાસ રૂમ હીટર ચાલુ ન જ રાખવું જોઈએ. કારણકે રૂમ હીટર કાર્બન મોનોક્સાઇડ ગેસનું ઉત્સર્જન કરે છે. જેને એક સાયલન્ટ કિલર કહી શકાય છે. કાર્બન મોનોક્સાઇડ શરીર માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

ખૂબ છે સાવચેતીથી વાપરો રૂમ હીટર

નિષ્ણાતોના મતે શિયાળામાં રૂમ હીટર ટૂંકા ગાળા માટે તેમજ સાવધાનીપૂર્વક વાપરવું જોઈએ. તેમજ આખી રાત હીટર ચાલુ રાખીને સુવું ન ક્યારેક જીવલેણ પણ બની શકે છે. કારણકે જો રૂમનું વેન્ટિલેશન યોગ્ય ન હોય તો રાતભર હીટર ચલાવવાથી રૂમમાં કાર્બન મોનોક્સાઇડ ગેસ ભરાય છે, જેના કારણે ઓક્સિજન ઓછો થઇ શકે છે. રૂમમાં ઓક્સિજન ઘટી જવાથી રાત્રે સુતી વખતે શ્વાસ પણ બંધ થઈ શકે છે. આથી રૂમ હીટર રાતભર ચલાવવાથી બચવું જોઈએ. આ ઉપરાંત અસ્થમા અને શ્વાસના દર્દીઓએ બને તેટલું ઓછું હીટર ચલાવવું જોઈએ.

રૂમ હીટર ચલાવવાથી થઇ શકે છે આ નુકસાન 

- રૂમ હીટર રૂમની હવાને સૂકી કરવાનું કામ કરે છે, જેના કારણે સ્કીન પણ ડ્રાઈ થઇ શકે છે આથી ડ્રાઈ સ્કીન ધરાવતા લોકોએ તેનો ઉપયોગ ટાળવો જોઈએ 

- રૂમ હીટરના વધુ પડતા ઉપયોગથી આંખો પર પણ અસર થઇ શકે છે, જેના કારણે આંખોમાં શુષ્કતા અને બળતરા થઇ શકે છે

- અમુક લોકોમાં રૂમ હીટરની એલર્જી પણ જોવા મળતી હોય છે. હીટરની ગરમ હવાના કારણે નાક સુકાઈ શકે છે

- રૂમમાં હીટરના કારણે ઓક્સિજનનું લેવલ ઘટી જતું હોવાથી શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે, આથી અસ્થમા કે શ્વાસના દર્દીઓએ લાંબા સમય સુધી હીટરમાં ન રહેવું જોઈએ

- તેમજ સૌથી મહત્ત્વનું કારણ એ કે રૂમ હીટરમાંથી નીકળતો કાર્બન મોનોક્સાઇડ ગેસ સ્વાસ્થ્ય માટે ખુબ જ જોખમી સાબિત થાય છે 

શું તમારા ઘરમાં હીટર છે? તો આ વાતનું ધ્યાન રાખો બાકી પડી શકો છે બીમાર 2 - image



Google NewsGoogle News