તમારે કાળઝાળ ઉનાળામાં ACનું બિલ ઘટાડવું છે?, તો અત્યારે જ જાણી લો આ ઉપાય
ભારતમાં મોટા ભાગના ઘરોમાં AC છે, પરંતુ મોટાભાગના લોકોને તેને યોગ્ય રીતે ચલાવતા નથી આવડતું
What is the right temperature for AC: ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઘરમાં એસી લગાવતા હોય છે, પરંતુ ઈલેક્ટ્રિસિટી બિલ ઊંચું આવતું હોવાથી લોકોનું ટેન્શન વધી જાય છે. આથી લોકો તેનો સંભાળીને ઉપયોગ કરતા હોય છે. આમ છતાં ઘણાં લોકોને એસી ક્યા ટેમ્પરેચર પર ચલાવવું અને ઓછું બિલ આવે એ રીતે તેનો કેવી રીતે ઉપયોગ કરવો તેની માહિતી હોતી નથી. આ સ્થિતિમાં જાણીએ કે કેવી રીતે એસી ચલાવવું યોગ્ય છે.
બિલ ઓછું કરવા શું રાખવું તાપમાન?
મોટાભાગના લોકોની આદત હોય છે કે તેઓ એસી ચાલુ કરતાની સાથે જ તેને 18 કે 21 ડિગ્રી પર ચલાવવાનું શરૂ કરી દે છે. જો કે આ યોગ્ય બાબત નથી. ખાસ કરીને જો તમે વીજ બિલ ઓછું કરવા માંગો છો તો પછી તે માટે યોગ્ય તાપમાન શું હોય છે? તે જોવું પણ ખૂબ જ મહત્ત્વનું છે.
એસીને 24 ડિગ્રી પર ચલાવો
સરકારે વર્ષ 2020 થી એસી માટે 24 ડિગ્રી ડિફોલ્ટ સેટિંગ કર્યું છે અને નિષ્ણાતો પણ માને છે કે એસી ચલાવવા માટે આ યોગ્ય ટેમ્પરેચર છે. ઘણાં અભ્યાસમાં બહાર આવ્યું છે કે દરેક એક ડિગ્રી માટે 6 ટકા જેટલી વીજળીની બચત થાય છે. એસી જેટલા નીચા તાપમાન પર ચાલે છે તેટલું જ વધુ કોમ્પ્રેસર કામ કરે છે અને વીજળીનું બિલ વધારે આવે છે. મતલબ કે એસીને વધુ તાપમાને ચલાવવાથી દરેક ડિગ્રીમાં વીજળીની બચત કરી શકાય છે.
શરીરના તાપમાન પ્રમાણે એસીનું 24 ડિગ્રી તાપમાન યોગ્ય
નિષ્ણાતો પણ માને છે કે 24 ડિગ્રી પર એસી સ્વાસ્થ્ય માટે સારું છે. કારણ કે, માનવ શરીરનું સરેરાશ તાપમાન 36 થી 37 ડિગ્રી હોય છે. તેનો અર્થ એ કે આનાથી ઓછું કોઈપણ તાપમાન આપણા માટે કુદરતી રીતે ઠંડુ છે અને 24 ડિગ્રી તમને રાહત આપવા માટે પૂરતું છે. એવામાં, ડોકટરો પણ માને છે કે માનવ શરીર માટે 24 ડિગ્રી પૂરતી છે.