જો તમે 72 કલાક સુધી માત્ર ફ્રૂટ જ ખાઓ તો શરીરમાં શું થશે? જાણીને ચોંકી જશો
Image:Freepik
નવી મુબંઇ,તા. 20 નવેમ્બર 2023, સોમવાર
ફળો આપણા શરીર માટે ખૂબ જ પૌષ્ટિક અને આરોગ્યપ્રદ હોવાનું કહેવાય છે. ફળમાંથી આપણને ઘણાં વિટામિન્સ તેમજ કેલરી મળે છે. ફળોમાં ફાઈબર, મિનરલ્સ, વિટામિન્સ, એન્ટીઓક્સીડેન્ટ અને પોષક તત્વો મળી આવે છે જે શરીરને હાઈડ્રેટ રાખે છે. ઘણા લોકો વજન ઘટાડવા અથવા તેમના શરીરને ડિટોક્સ કરવા માટે માત્ર ફળો ખાય છે. વજન ઘટાડવાના વધતા જતા ટ્રેન્ડમાં માત્ર ફ્રુટ ડાયટને પણ ફોલો કરવામાં આવે છે. 3 દિવસ સુધી માત્ર ફળો ખાવાના નિત્યક્રમને ફ્રુટેશિયન ડાયટ પણ કહેવાય છે.
જો જમવાના અડધાથી એક કલાક પહેલા ફળ ખાવામાં આવે તો તે શરીર માટે ઉત્તમ છે. જમ્યા બાદ પણ ફળ ખાવાથી ફળોની વધારાની કેલરી ખોરાકની સાથે શરીરમાં જાય છે.
પરંતુ જો માત્ર 3 દિવસ એટલે કે 72 કલાક સુધી ફળ ખાવામાં આવે તો આપણા શરીર પર તેની શું અસર થાય?
જો તમે માત્ર 3 દિવસ સુધી ફળો ખાશો તો તમારા શરીરમાં સકારાત્મક અને નકારાત્મક બંને અસરો જોવા મળી શકે છે.3 દિવસ સુધી માત્ર ફળો ખાવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધી શકે છે. જો તમે માત્ર ફળો પર નિર્ભર રહો છો, તો જાણો શરીરમાં શું થાય છે.
ડાયાબિટીસનું જોખમ વધે છે
મોટાભાગના ફળોમાં પ્રાકૃતિક ખાંડનું પ્રમાણ વધુ હોય છે. તેથી જે લોકોને ડાયાબિટીસ અથવા પ્રી-ડાયાબિટીસ હોય તેમણે માત્ર ફળો ખાવાની આદત ટાળવી જોઈએ. પેનક્રિયાઝ અને કિડની રોગથી પીડિત લોકોમાં આ આદત સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ વધારી શકે છે.
દાંતનો સડો
ફળોમાં રહેલી કુદરતી ખાંડ એસિડિટી સાથે મળીને દાંતમાં સડો જેવી સમસ્યા ઊભી કરી શકે છે.
ઘણા પ્રકારના પોષક તત્વોની ઉણપ
જે લોકો માત્ર ફ્રુટ ડાયટ લે છે. તેમાં વિટામિન B12, કેલ્શિયમ, વિટામિન ડી, આયોડિન અને ઓમેગા-3 ફેટી એસિડ જેવા આવશ્યક પોષક તત્વોની ઉણપ હોઈ શકે છે. આવી સ્થિતિમાં, આ પોષક તત્વોની ઉણપથી એનિમિયા, થાક, રોગપ્રતિકારક શક્તિ સાથે સંબંધિત રોગો, શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ અને ઓસ્ટિયોપોરોસિસ જેવી સમસ્યાઓ થઈ શકે છે.
સોજોની સમસ્યા
ફળો જે ફ્રુક્ટોઝની માત્રા ભરપુર છે. જેનાથી સોજો આવી શકે છે. તેથી, જેમના પગ અથવા શરીરના અન્ય ભાગોમાં પહેલેથી જ સોજો છે, તેઓએ ફક્ત ફળોના ખાવા જોઇએ નહીં.
વજન વધવું
ફળોમાં ખાંડ હોય છે. તેથી કેટલાક લોકો વજન ઘટાડવા માટે ફળો ખાતા હોય છે અને શરૂઆતમાં તેમનું વજન પણ ઘટે છે. પરંતુ ફળોમાં પ્રાકૃતિક ખાંડ હોય છે, જેના કારણે વજન વધી શકે છે. ખાસ કરીને એવા લોકોમાં જેઓ વધુ ફળ ખાય છે.