જો 7 વર્ષ સુધી શેમ્પુથી વાળ ન ધોવામાં આવે તો શું થશે વાળની હાલત? પરિણામ ચોંકાવનારુ

Updated: Sep 30th, 2023


Google NewsGoogle News
જો 7 વર્ષ સુધી શેમ્પુથી વાળ ન ધોવામાં આવે તો શું થશે વાળની હાલત? પરિણામ ચોંકાવનારુ 1 - image


નવી દિલ્હી,તા. 30 સપ્ટેમ્બર 2023, શનિવાર 

આજના સમયમાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જે પોતાના વાળને શેમ્પૂ ન કરે. હાલના સમયમાં લોકો પોતાની સ્કિન અને વાળનું ખાસ ધ્યાન રાખતા હોય છે. પાર્લરમાં જઇને સમયે સમયે ટ્રીટમેન્ટ કરાવતા હોય છે. તેમજ શેમ્પુ અને કંડિશનરથી વાળની સંભાળ રાખતા હોય છે પરંતુ આજે અમે જે વ્યક્તિની વાત કરવાના છીએ તેણે છેલ્લા 7 દિવસ 7 મહિના નહી પરંતુ 7 વર્ષથી પોતાના વાળને શેમ્પુ નથી કર્યું.

આ વ્યક્તિએ શેમ્પૂ ન કરવાના ફાયદા અને ગેરફાયદા વિશે જાણવા માટે આ પ્રયોગ કર્યો અને ઘણા આશ્ચર્યજનક પરિણામો શેર કર્યા હતા. 

આ વ્યક્તિએ તેના ગ્રાહકો સાથે 7 વર્ષ પહેલા શેમ્પૂ કરવાના અને 7 વર્ષ પછી શેમ્પૂ ન કરવાના વિચિત્ર પરિણામો શેર કર્યા છે. આ પરિણામો જોઈને લોકો પણ દંગ રહી ગયા છે. તેઓ માની શકતા નથી કે, શેમ્પૂ તેમના વાળને આટલું નુકસાન કરી શકે છે. યુટ્યુબ પર ગાર્ડન ઓફ ઈડન ચેનલ પર આ વ્યક્તિએ એક વીડિયો શેર કર્યો છે.  

શેમ્પૂ કરવાથી ખોપરી ઉપરની ચામડીની હાલત ખરાબ થઇ જાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે 7 વર્ષ પહેલા જ્યારે આ વ્યક્તિએ શેમ્પૂનો ઉપયોગ કર્યો હતો ત્યારે તેના વાળ બેજાન હતા. માથા પરની ચામડીને જ્યારે રગડે છે ત્યારે તેમાંથી પપડી નિકળે છે.


આ વ્યક્તિ પહેલા એન્ટી-ડેન્ડ્રફ શેમ્પૂનો ઉપયોગ કરતો હતો, જેના કારણે પરિણામો આ પ્રકારના હતા. ખોપરી ઉપરની ચામડીમાં સોજો દેખાય છે. 

વ્યક્તિએ શેમ્પૂ અને કન્ડિશનર છોડ્યાને 7 વર્ષથી વધુ સમય વીતી ગયો છે. 7 વર્ષ પછી તેના વાળ પર કેવી અસર થઈ તે વીડિયોમાં જણાવ્યુ છે. 

વ્યક્તિએ વીડિયોમાં જણાવ્યું કે, શેમ્પૂ અને કન્ડિશનર છોડ્યા બાદ તેના વાળની સ્થિતિમાં ઘણો સુધારો થયો છે. તેની ખોપરી ઉપરની ચામડી ક્લિન થઈ ગઈ છે. તેના વાળની ગુણવત્તા સારી થઈ ગઈ. વાળ વધુ સારા અને સ્વસ્થ બન્યા છે. હવે પહેલા જેવા ડેનડ્રફ્ટ નથી. આ પરિણામ જોઈને લોકો પણ દંગ રહી ગયા છે.


Google NewsGoogle News