Get The App

ડ અને દ અક્ષર : દીકરાને આપવા માંગો છો સંસ્કૃત અને વેદ-પુરાણોમાં રખાયેલા નામ? જુઓ લિસ્ટ

Updated: Sep 19th, 2023


Google NewsGoogle News
ડ અને દ અક્ષર : દીકરાને આપવા માંગો છો સંસ્કૃત અને વેદ-પુરાણોમાં રખાયેલા નામ? જુઓ લિસ્ટ 1 - image


                                                               Image Source: Freepik

અમદાવાદ, તા. 19 સપ્ટેમ્બર 2023 મંગળવાર

દરેક માતા-પિતા પોતાના બાળકનું કંઈક ખાસ અને અલગ નામ રાખવા માંગે છે. કંઈક એવુ જે યૂનિક હોય અને દરેક તેના વખાણ કરે. આજકાલ સંસ્કૃત અને વેદ-પુરાણોમાં રાખેલા નામ પ્રચલિત છે. જો તમે D કે ડ કે દ અક્ષરના આવા જ નામની શોધમાં હોવ તો અહીં આપેલી લિસ્ટ જોઈ શકો છો. 

છોકરીના નામ

દિત્યા- માતા લક્ષ્મીનું નામ છે

દિવિષા- દુર્ગા દેવીનું નામ છે

ધાની- આ પણ લક્ષ્મીનું નામ છે

ધ્રૂવી- જેની પાસે ખૂબ શક્તિ હોય

દ્રતિ- સાહસ

દ્રસના- સૂર્યની સુંદર પુત્રી

દીયા- રોશની આપનાર સાધન

દૈવિષા- દૈવીય કે દેવતાઓ જેવી

દક્ષતા- કાર્યકુશળ કે નિપુણ

દામિની- વિજળી

દીબા- રેશમ

દીપ્તિ- ચમક

દ્રષ્ટિ- નજર

છોકરાના નામ

ધ્રૂવ- જેને ડગાવી ન શકાય, આ ભગવાન શિવનું પણ એક નામ છે

દેવ- દેવતા

દેવક- દેવતા જેવો

દેવસુ- 8 દેવતાઓના સમૂહનું નામ ( અગ્નિ, સોમ, સવિત્ર, રુદ્ર, બૃહસ્પતિ, ઈન્દ્ર, મિત્ર, વરુણ)

ધન્વિન- શિવજીનું નામ, જેની પાસે ધનુષ હોય

દિવમ- સ્વર્ગ, આકાશ

દક્ષ- નિપુણ

દૈવિક- દેવતાઓ જેવો

દર્શ- શ્રીકૃષ્ણ

દર્શીલ- સુંદર દેખાતો

દેવર્ષ- ઈશ્વની ભેટ

દક્ષેષ- શિવ

દૈવત- કિસ્મત

દૈવિત- ઈશ્વરની ભેટ


Google NewsGoogle News