Get The App

શિયાળામાં સવારે ઊઠીને જરૂર કરો આ કામ: હાર્ટ રહેશે હેલ્ધી, ઝડપથી ઘટશે વજન

Updated: Nov 19th, 2024


Google NewsGoogle News
શિયાળામાં સવારે ઊઠીને જરૂર કરો આ કામ: હાર્ટ રહેશે હેલ્ધી, ઝડપથી ઘટશે વજન 1 - image


Image Source: Freepik

Morning Walk In Winter: ચોમાસાએ વિદાય લેતાં હવે ગુલાબી ઠંડીની શરુઆત થઈ ગઈ છે. જેમ-જેમ તાપમાનમાં ઘટાડો થાય છે અને ઠંડી વધે છે તેમ-તેમ લોકો વહેલી સવારે ઘરમાં જ બ્લેન્કેટ ઓઢીને સૂઈ રહેવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છે કે, ઠંડીમાં સવાર-સવારમાં વોકિંગ કરવું તમારા શરીર અને દિમાગ માટે કેટલું ફાયદાકારક બની શકે છે? ઠંડી હવામાં વોકિંગ કરવાથી ફીટ તો રહી જ શકો છો પરંતુ એની સાથે તમારું માનસિક સ્વાસ્થ્ય પણ સારું બને છે. 

શિયાળામાં સવારે ઊઠીને વોકિંગ કરવાના ફાયદા

1. વધુ કેલરી બર્ન થાય છે

ઠંડુ હવામાન તમારા શરીરને ગરમ રાખવા માટે સખત મહેનત કરવા માટે મજબૂર કરે છે. આ પ્રક્રિયાને થર્મોજેનેસિસ કહેવામાં આવે છે, જેનાથી મેટાબોલિઝ્મ ફાસ્ટ થઈ જાય છે અને કેલરી બર્ન થાય છે. એક અભ્યાસ પ્રમાણે જે લોકો ઠંડા હવામાનમાં (15-23°F) વોક કરે છે તેઓ સામાન્ય તાપમાનમાં ચાલતાં લોકો કરતાં 30% વધુ કેલરી બર્ન કરે છે. વજન ઘટાડવા અને ફિટનેસ જાળવવા માટે ઠંડીમાં સવારે વોકિંગ કરવું એ એક ઉત્તમ વિકલ્પ છે.

2. ઇમ્યૂનિટી બુસ્ટર

ઠંડા હવામાનમાં વોકિંગ કરવાથી રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યૂન સિસ્ટમ) મજબૂત બને છે. તાજી અને ઠંડી હવા શરીરને ફ્લૂ અને શરદી જેવી બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. રિસર્ચથી એ પણ સાબિત થયું છે કે બહાર સમય વિતાવવાથી એલર્જી અને સંક્રમણ સામે રોગપ્રતિકારક શક્તિ વધે છે. વોકિંગ દરમિયાન બ્લડ સર્ક્યુલેશન વધે છે અને લસિકા તંત્ર એક્ટિવ રહે છે, જેના કારણે શરીરમાંથી ગંદકી બહાર નીકળી જાય છે.

3. મેન્ટલ હેલ્થમાં સુધારો

શિયાળામાં સવારે વોકિંગ કરવું એ મેન્ટલ હેલ્થ માટે ખૂબ જ લાભદાયી છે. તાજી હવા અને હળવા સૂર્યપ્રકાશથી શરીરમાં સેરોટોનિન અને એન્ડોર્ફિન જેવા 'ફીલ-ગુડ' જેવા હોર્મોનનો સ્ત્રાવ થાય છે. તે સિઝનલ અફેક્ટિવ ડિસઓર્ડર(SAD)ને દૂર કરે છે અને તમને દિવસભર ઉર્જાથી ભરપૂર અને ખુશ રાખે છે. 

આ પણ વાંચો: જેઠાલાલ' અને અસિત મોદી વચ્ચે થઈ મારામારી? દિલીપ જોશીએ કહ્યું- હું ક્યાંય જવાનો નથી, ખોટી અફવા ના ફેલાવશો

4. હાર્ટ રહેશે હેલ્ધી

શિયાળામાં વોકિંગ કરવાથી હાર્ટને હળવો વર્કઆઉટ મળે છે. ઠંડી હવામાં બ્લડ સર્ક્યુલેશન વધારવા માટે હાર્ટને વધુ મહેનત કરવી પડે છે, જેનાથી હાર્ટ મજબૂત થાય છે. ઠંડીમાં નિયમિત વોકિંગ કરવાથી કોલેસ્ટ્રોલ ઘટે છે અને બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. તો આ શિયાળામાં તમારા વોકિંગ શૂઝ પહેરો અને ઠંડીમાં વોકિંગના આ ફાયદાઓનો આનંદ માણો.


Google NewsGoogle News