Get The App

હાઈ કોલેસ્ટ્રોલ કાબૂમાં લેવા બસ રોજ આટલી મિનિટ વોકિંગ કરો, ફાયદા જોઈને ચોંકી જશો

Updated: Mar 10th, 2025


Google News
Google News
હાઈ કોલેસ્ટ્રોલ કાબૂમાં લેવા બસ રોજ આટલી મિનિટ વોકિંગ કરો, ફાયદા જોઈને ચોંકી જશો 1 - image


High Cholesterol: આજકાલ ઘણા લોકો હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા ઝડપથી વધી રહી છે. તેનું સૌથી મોટુ કારણ આહાર અને કરસતનો અભાવ છે. હકીકતમાં બિનઆરોગ્યપ્રદ ખોરાકનું સેવન કરવાથી ટ્રાઈગ્લિસરાઈડ્સ વાળા ફૂડ્સ શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાનું કારણ બને છે. ત્યારે આવી સ્થિતિમાં કસરત કરવાથી તમે આ સમસ્યાથી બચી શકો છો. પરંતુ, આજે આપણે માત્ર હાઈ કોલેસ્ટ્રોલમાં ચાલવા વિશે વાત કરીશું, આ સમસ્યામાં તે તમારા માટે કેવી રીતે કામ કરી શકે છે અને તે કરવાના ફાયદા શું છે.

આ પણ વાંચો : 50 વર્ષની ઉંમર પછી પણ ચહેરો ચમકતો રાખવા માટે ખાઓ આ શાકભાજી, દેખાશો સ્વસ્થ અને સુંદર!

હાઈ કોલેસ્ટ્રોલમાં ચાલવું ફાયદાકારક છે

જ્યારે તમે ચાલો છો, ત્યારે તેની અસર શરીરના દરેક સ્નાયુ પર થાય છે. જેના કારણે સ્નાયુઓ પર ભાર પડે છે, અને સતત ચાલવાથી શરીરની ચરબી અને ટ્રાઇગ્લિસરાઇડ્સ પિગળવામાં મદદ મળે છે. એટલે કે, જ્યારે તમે ઝડપી ગતિએ ચાલો છો, ત્યારે શરીરમાંથી પરસેવો નીકળે છે. જેના કારણે સ્નાયુઓમાં જમા થતી ચરબી અને ટ્રાઇગ્લિસરાઇડ ઓછી થઈ જાય છે. જે સતત થોડા દિવસો સુધી આમ કરવાથી આ સમસ્યા ઓછી થઈ શકે છે.

ચાલવાથી સારા કોલેસ્ટ્રોલમાં વધારો થાય છે

ચાલવાથી સારું કોલેસ્ટ્રોલ વધે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. તેના માટે અઠવાડિયામાં ત્રણ વખત 30 મિનિટની ઝડપી ચાલવાથી તમારા સારા કોલેસ્ટ્રોલનું લેવલ વધી શકે છે. તેની ખાસ વાત એ છે કે, તે સ્થૂળતાને નિયંત્રિત કરવાની સાથે શરીરના મેટાબોલિક રેટમાં પણ વધારો કરે છે. તેના કારણે તમે જે પણ ખાઓ છો, તે તરત જ પચી જાય છે અને તેનો કચરો પણ તમારા સ્નાયુઓમાં જમા થતો નથી, જેના કારણે ચરબી કે કોલેસ્ટ્રોલનું પ્રમાણ નિયંત્રણમાં રહે છે.

આ પણ વાંચો : તમે ઉપયોગમાં લેતા ગુલાબ જળ અસલી છે કે નકલી..? આ રીતે તરત ઓળખી જશો

હાઈ કોલેસ્ટ્રોલમાં કેટલા કલાક ચાલવું જોઈએ?

હાઈ કોલેસ્ટ્રોલવાળા માટે ચાલવાની સાચી રીત એ છે, કે તમારે ખાધા પછી ચાલવું જોઈએ. આ ઉપરાંત, તમારે તમારા માટે એક સ્પીડ નક્કી કરી લો કે, તમે આટલા કલાકોમાં આટલું અંતર ચાલશો. દરરોજ લગભગ 45 મિનિટ ચાલો અને એવી રીતે ચાલો કે તમારા શરીરમાંથી પરસેવો નીકળવા લાગે.

Tags :
High-Cholesterol45-Minutes-WalkUnhealthy-foods

Google News
Google News