A, D, Eની જેમ વિટામિન K પણ શરીર માટે ખૂબ જ જરૂરી, તેની ઉણપ કરી રીતે કરી શકાય દૂર?
Vitamin K Benefits: જ્યારે સ્વાસ્થ્ય માટે જરૂરી વિટામિનની વાત આવે છે, ત્યારે સામાન્ય રીતે વિટામિન સી, વિટામિન ડી અને વિટામિન ઈ વિશે વાત કરવામાં આવે છે. જો કે આ સિવાય પણ બીજું એક વિટામિન છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે પરંતુ તેના વિશે ઓછી વાત કરવામાં આવે છે.
વિટામિન K એ વિટામિન A, D અને Eની જેમ જ ફેટમાં ભળી જાય છે. લોહી ગંઠાઈ જવા માટે વિટામીન K જવાબદાર છે. તેથી ICUમાં કે હૉસ્પિટલના વોર્ડમાં, જે દર્દીઓને રક્તસ્ત્રાવ થઈ રહ્યો હોય, તેમને રક્તસ્ત્રાવ રોકવા અથવા ઘટાડવા માટે વિટામિન Kના ઇન્જેક્શન આપવામાં આવે છે.
વિટામિન K શરીર માટે શા માટે જરૂરી?
લોહી ગંઠાઈ જવું
શરીરના કોઈપણ ભાગમાં વાગે છે અને જો રક્તસ્ત્રાવ શરુ થાય છે ત્યારે વધુ પડતા લોહીના નુકસાનને રોકવા માટે, શરીર લોહી ગંઠાઈ જવાનું કાર્ય કરે છે જેના માટે વિટામિન K અત્યંત જરૂરી છે.
હૃદયનું સ્વાસ્થ્ય
લગભગ દરેક વ્યક્તિ જાણે છે કે મજબૂત હાડકાં માટે કેલ્શિયમ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. પરંતુ વિટામીન K પણ હાડકાંને મજબૂત બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે હાડકાંને મજબૂત બનાવે છે અને ઓસ્ટીયોપોરોસિસ જેવી સમસ્યાઓથી રાહત આપે છે.
કોગ્નીટીવ ફંકશન સુધારશે
તાજેતરના કેટલાક અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે વિટામિન K મગજના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. અભ્યાસોના આધારે, તે અલ્ઝાઇમરને રોકવા અને કોગ્નીટીવ ફંકશનને સુધારવામાં અસરકારક ગણી શકાય.
વિટામિન K ની ઉણપના લક્ષણ
- નાની ઈજા થવા પર પણ વધુ પડતું રક્તસ્ત્રાવ
- પેઢા કે નાકમાંથી વારંવાર રક્તસ્ત્રાવ
- ત્વચા પર લીલા નિશાન પડી જાય
- હાડકાં નબળા પડવા
વિટામિન K ના મુખ્ય સ્ત્રોત
- પાલક અને કોબીજ જેવા લીલા પાંદડાવાળા શાકભાજી
- બ્રોકોલી
- બ્રસેલ્સ સ્પ્રાઉટ્સ
- ઓલિવ તેલ અને સોયાબીન તેલ જેવા વનસ્પતિ તેલ
- આથાવાળો ખોરાક
- માખણ
- બ્લુબેરી
- અંજીર
(Disclaimer: અહીં આપેલી જાણકારી ફક્ત સામાન્ય માહિતી પૂરી પાડે છે. આ કોઈ પણ રીતે લાયક તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો.)