વાસ્તુ: નવા વર્ષ પર કેલેન્ડર લાવતા પહેલાં આટલી વાતોનું રાખો ધ્યાન
Image:Freepik
નવી મુંબઇ,તા. 1 જાન્યુઆરી 2024, સોમવાર
નવા વર્ષની શરુઆત થઇ ગઇ છે. દરેક વ્યક્તિ પોતાના પરિવાર સાથે હરી ફરીને ન્યુ યરની ઉજવણી કરી રહ્યું છે. નવા વર્ષમાં ઘરમાં લોકો નવી નવી વસ્તુઓની ખરીદી કરે છે. ત્યારે એક વસ્તુ જે બધા પોતાના ઘરમાં લગાવે છે તે છે નવું કેલેન્ડર. નવા વર્ષમાં તમારે જાણી લેવુ જોઇએ કે, કેલેન્ડર લગાવવાની સાચી દિશા કઇ છે અને તે ક્યાં લગાવવું જોઇએય. વાસ્તુ અનુસાર નવું કેલેન્ડર લગાવવા માટે દિશાનું ધ્યાન રાખવું જરૂરી છે, કારણ કે આપણું નસીબ પણ તેની સાથે જોડાયેલું છે. આટલું જ નહીં, ખોટી દિશામાં મૂકેલું કેલેન્ડર તમારા સુખ-સમૃદ્ધિ પર અસર કરે છે.
શું તમે જાણો છો કે જો કેલેન્ડર વાસ્તુ પ્રમાણે લગાવવામાં આવે તો તેનાથી ઘરમાં સકારાત્મકતા જળવાઈ રહે છે.
નવા વર્ષના કેલેન્ડર લગાવતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન
- ઘરમાં નવા વર્ષનું કેલેન્ડર લગાવતા પહેલા જૂનું કેલેન્ડર કાઢી નાખવુ. આ પછી જ દિવાલ પર 2024નું નવું કેલેન્ડર લગાવો. વાસ્તુ અનુસાર ઘરમાં જૂનું કેલેન્ડર રાખવાથી તમારી પ્રગતિ અને જીવન પર અસર પડી શકે છે.
- વાસ્તુ અનુસાર નવા વર્ષનું કેલેન્ડર ઘરની ઉત્તર-પશ્ચિમ અથવા પૂર્વ દિવાલ પર લગાવવુ.
- ભૂલથી પણ કેલેન્ડર દક્ષિણ દિશામાં ન લગાવવુ જોઇએ. આવું કરવાથી ઘરના વડાના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.
- જો તમારા ઘરનું કેલેન્ડર ડ્રોઇંગ કે ફોટાવાળુ છે તો ધ્યાન રાખો કે, કેલેન્ડર પરનું ચિત્ર સકારાત્મકતાનો સંદેશ આપતું હોવું જોઈએ. ઘરના કેલેન્ડરમાં હિંસક પ્રાણીઓ, ઉદાસ ચહેરા અથવા નકારાત્મક ચિત્રો ન હોવા જોઇએ.
- વાસ્તુ અનુસાર ભૂલથી પણ ઘરના મુખ્ય દરવાજા પર કેલેન્ડર ન લગાવવુ જોઇએ.આનાથી તમારી પ્રગતિ રુકી જાય છે.
- નવા વર્ષનું કેલેન્ડર દરવાજાની પાછળ ન લગાવવુ જોઇએ.