Get The App

દહીંનો સીધો ચહેરા પર ઉપયોગ કરવાથી સ્કિનને થઇ શકે નુકશાન?

Updated: Apr 30th, 2024


Google NewsGoogle News
દહીંનો સીધો ચહેરા પર ઉપયોગ કરવાથી સ્કિનને થઇ શકે નુકશાન? 1 - image


Image :Freepik

દહીં હેલ્થ માટે ફાયદાકારક છે. દહીંનું સેવન કરવાથી વજન ઉતરવાથી લઇને બીજા પણ અનેક ઘણાં ફાયદો થાય છે. દહીંમાં પ્રોટીન અને કેલ્શિયમની માત્રા સારામાં સારી હોય છે. આ સિવાય દહીંમાં પ્રોબાયોટિક્સ સારું હોય છે

દહીંની મદદથી તમે ચહેરા પરથી મૃત ત્વચાને સરળતાથી દૂર કરી શકો છો. એટલું જ નહીં, દહીંનો ઉપયોગ કરીને તમે ત્વચાની બળતરા અને પિમ્પલ્સને ઘટાડી શકો છો. પરંતુ ઘણા લોકોને સવાલ છે કે, દહીંનો સીધો ઉપયોગ ચહેરા માટે સારુ છે કે નહીં? 

દહીંનો ઉપયોગ

દહીં ત્વચાને હાઇડ્રેટ અને મોઇશ્ચરાઇઝ કરે છે, જ્યારે બળતરા અને લાલાશ ઘટાડવામાં પણ મદદ કરે છે. દહીંનો ઉપયોગ કરીને તમે તમારા ચહેરાને નિખારી શકો છો. આટલું જ નહીં, તેના ઉપયોગથી ત્વચા કોમળ બને છે અને ફોલ્લીઓ પણ ગાયબ થવા લાગે છે. તમે દહીંને સીધું ત્વચા પર લગાવી શકો છો, પરંતુ સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકોને તેનો ઉપયોગ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

આ બાબતો ધ્યાનમાં રાખો

ચહેરા પર દહીં લગાવતી વખતે સાદું દહીં પસંદ કરો, ધ્યાન રાખો કે, દહીં ઠંડું હોવું જોઈએ. ચહેરા પર દહીં લગાવવાની સાથે તમે તેને ગરદન પર પણ લગાવી શકો છો. પરંતુ તેને લગાવતી વખતે પાતળું પડ રાખો. ખૂબ જાડું દહીં ત્વચા સંબંધિત સમસ્યાઓનું કારણ બની શકે છે. દહીંનો ઉપયોગ 15 મિનિટથી વધુ ન કરવો જોઈએ. 15 મિનિટ પછી તમે તેને ઠંડા પાણીથી ધોઈ શકો છો. દહીં લગાવ્યા પછી તમે મોઈશ્ચરાઈઝર પણ લગાવી શકો છો.

દહીંનો સીધો ચહેરા પર ઉપયોગ કરવાથી સ્કિનને થઇ શકે નુકશાન? 2 - image

એલર્જી 

કેટલાક લોકોની ત્વચા પર દહીંનો ઉપયોગ કરવાથી એલર્જી અથવા બળતરા જેવી સમસ્યાઓ થઈ શકે છે. દહીંમાં બેક્ટેરિયા હોય છે, જે પિમ્પલ્સનું કારણ બની શકે છે. જો તમારી ત્વચા શુષ્ક છે, તો દહીંનો ઉપયોગ કરતા પહેલા પેચ ટેસ્ટ કરો અને કોઈપણ એલર્જીના કિસ્સામાં, ડૉક્ટરની સલાહ લો.


Google NewsGoogle News