વધુ પડતો મોબાઈલ વાપરતા લોકો ચેતી જજો, આંખોને થાય છે ભયંકર નુકસાન, બનાવી શકે છે અંધ!

Updated: Oct 3rd, 2023


Google NewsGoogle News
વધુ પડતો મોબાઈલ વાપરતા લોકો ચેતી જજો, આંખોને થાય છે ભયંકર નુકસાન, બનાવી શકે છે અંધ! 1 - image


Image:freepik

નવી મુંબઇ,તા. .3 ઓક્ટોબર 2023, મંગળવાર

આંખો આપણા શરીરના સૌથી નાજુક અંગોમાંથી એક છે. સ્માર્ટફોનનો વધુ ઉપયોગ કરતાની સાથે જ તેની બ્લુ સ્ક્રીન ખરાબ થઈ જાય છે.  સ્વાસ્થ્ય નિષ્ણાતો સ્માર્ટફોનની આડ અસરો વિશે પણ ચેતવણી આપે છે. કારણ કે તેનાથી સંબંધિત સમસ્યાઓ એકદમ ગંભીર છે. કામના બહાને કે એન્ટરટેમેન્ટ માટે આપણે મોબાઇલની સ્ક્રિનમાં રચ્યા પચ્યા હોય છે. તેથી અમુક કલાક પુરતો જ મોબાઇલ યુઝ કરવાની આદત પાડવી જોઇએ.  

નિષ્ણાતોના મતે, ફોન સ્ક્રીન સાથે વધુ પડતા સંપર્કમાં રહેવું જોખમોથી ભરપૂર છે. જેના કારણે બાળકોમાં ગ્લુકોમાની બીમારી ઝડપથી વધી રહી છે. 

સ્માર્ટફોનથી આંખોને બચાવવી

સ્ક્રીનમાંથી નીકળતી બ્લુ લાઇટ આંખો માટે જોખમી છે.મોબાઈલ ફોનનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી આંખોની રોશની પર નકારાત્મક અસર પડે છે. જેના કારણે આંખો ડ્રાય થવાની સમસ્યા થઈ શકે છે. તમારી આ આદત ગ્લુકોમાનું જોખમ પણ વધારી શકે છે, જે અંધત્વનું કારણ પણ બની શકે છે.

ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે સ્માર્ટફોનની વર્ચ્યુઅલ દુનિયા મનને વિચલિત કરી શકે છે. તે મન પર ખરાબ અસર છોડી શકે છે. આવા બાળકો મોબાઈલ ફોન પર વધુ સમય વિતાવે છે અને અભ્યાસમાં યોગ્ય રીતે ધ્યાન આપી શકતા નથી.

માનસિક સ્વાસ્થ્ય પર અસર

સ્માર્ટફોન પર વિડિયો ગેમ્સ અને અન્ય એપ્સનો વધુ પડતો ઉપયોગ બાળકોમાં તણાવ અને ડિપ્રેશનનો શિકાર બનાવી શકે છે.આ સિવાય ઘણા ઓનલાઈન અભ્યાસોએ દર્શાવ્યું છે કે, સેલફોન વિવિધ પ્રકારની કીટકો અને વાયરસનું ઘર છે. વાયરસ સેલફોન દ્વારા તમારી ત્વચાના સંપર્કમાં આવે છે. તમારે ઓછામાં ઓછી 7-8 કલાકની ઊંઘની જરૂર છે. પરંતુ સ્માર્ટફોનના વધુ પડતા ઉપયોગથી મોટાભાગના લોકોમાં અનિદ્રાની સમસ્યા થઇ શકે છે. આ સિવાય મોબાઈલ પર આઈ પ્રોટેક્શન પણ લગાવો, જેથી આંખોને તેના નુકસાનથી બચાવી શકાય.

ફોનના સતત ઉપયોગથી માથાનો દુખાવો અને માઈગ્રેનનું જોખમ વધી શકે છે. તેથી મગજને સારું રાખવા માટે સ્ક્રીન ટાઈમ ઓછો કરવો જોઈએ. આ માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે.

સ્માર્ટફોન અંગે ચેતવણી

નિષ્ણાતો મોબાઇલ ફોનના જોખમો વિશે ચેતવણી આપતા કહે છે કે,તેની લાંબા ગાળાની વિપરીત અસરો જોવા મળી શકે છે. તેથી, રાત્રે સૂતા પહેલા લગભગ એક કલાક પહેલા સ્ક્રીન ટાળવી જોઈએ.


Google NewsGoogle News