સતત વાળ ખરવાની સમસ્યા દૂર કરવા ચમત્કારિક સંજીવની, એક અઠવાડિયામાં થશે ફાયદો
આ તેલ બનાવવા માટે કોઈ મોંઘુ તેલ અથવા સેમ્પુ લેવાની જરુર નથી
Image Envato |
ભારતમાં વાળ ખરવાની સમસ્યા ઘરો-ઘર જોવા મળે છે. જેના માટે મોટાભાગના લોકો ઘરગથ્થુ ઉપચાર અજમાવતા હોય છે, જેમાં કેટલાક લોકોને ફાયદો થાય છે અને તેનું સારુ રિઝલ્ટ પણ મળતું હોય છે. આજે અમે તમને એવા તેલ વિશે વાત કરવા જઈ રહ્યા છે, જેનો ઉપયોગ કરવાથી તમને માત્ર એક જ અઠવાડિયામાં ફાયદો જોવા મળશે. પરંતુ તેના માટે તમારે કેટલાક પાંદડાની જરુર પડશે.
આ તેલ બનાવવા માટે કોઈ મોંઘુ તેલ અથવા સેમ્પુ લેવાની જરુર નથી. બસ તેના માટે તમારે નારિયલનું તેલથી બધુ કામ પૂરુ થઈ જશે. જો તમારા ઘરમાં એલોવેરા, મીઠાં લીમડાના પાંદડા, જાસૂદના પાંદડા અને તુલસીના પાનની જરુર પડશે. આવો આ તેલ બનાવવા માટેની પ્રોસેસ સમજીએ.
તેલ બનાવવા માટે આ વસ્તુઓની જરુર પડશે
- એલોવેરા જેલ
- જાસૂદના પાંદડા
- નારિયેલનું તેલ
- કડી પત્તા
- નાગરવેલ પાન
- તુલસી પાન
તેલ બનાવવા રીત
આ તેલ બનાવવા માટે સૌથી પહેલા તમારે એક નોન સ્ટીક પેન અને તેમા જાસૂદના પાન રાખો
ત્યાર બાદ તેમા નારિયેળનું તેલ નાખો અને તેને હળવા ગેસ પર ગરમ કરતા રહો.
થોડી વાર પછી તેમાં 5-6 કડી પત્તા નાખીને મિક્સ કરો.
નાગરવેલના પાન કાપીને ઉમેરો.
થોડુ શેકાવા બાદ તેમાં તુલસીના પાન ઉમેરો
ત્યાર બાદ તેમા એલોવેરા જેલ મિક્સ કરો અને તેને થોડીવાર સુધી હલાવતા રહો.
ત્યાર બાદ આ તેલને ગાળીને કોઈ બોટલમાં ભરી દો અને રોજ દિવસમાં એક માથામાં મસાજ કરીને એપ્લાય કરો.