Get The App

તહેવારની સીઝનમાં ચહેરા પર ગ્લો લાવવા માટે કરો બીટ અને આંબળાના રસનો ઉપયોગ

Updated: Oct 27th, 2023


Google NewsGoogle News
તહેવારની સીઝનમાં ચહેરા પર ગ્લો લાવવા માટે કરો બીટ અને આંબળાના રસનો ઉપયોગ 1 - image


                                                                  Image Source: Freepik

અમદાવાદ, તા. 27 ઓક્ટોબર 2023 શુક્રવાર

તહેવારોની સીઝનમાં જો તમારે પણ ચમકદાર, સોફ્ટ અને ગ્લોઈંગ સ્કિન મેળવવી હોય તો બીટ અને આંબળાના જ્યૂસનો ઉપયોગ કરી શકો છો. આનાથી સ્કિન રેડિએન્ટ થશે અને તમામ સ્થળે તમે જ નજર આવશો.

તહેવારો અને લગ્નની સીઝન શરૂ થવા જઈ રહી છે દરમિયાન દરેક સુંદર, યુવાન અને નિખરેલો ચહેરો ઈચ્છે છે. સ્કિનને ગ્લો આપવા માટે લોકો જુદા-જુદા પ્રકારની બ્યૂટી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. આ બ્યૂટી પ્રોડક્ટ તમારા ચહેરા પર બહારથી તો નિખાર લાવી દેશે પરંતુ અંદરની સ્કિનને પોષણ આપી શકશે નહીં. 

જો સ્કિનને ગ્લો આપવાની સાથે-સાથે પોષણ પણ આપવુ હોય તો બીટ અને આંબળાના જ્યૂસનું ફેશિયલ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. સ્કિન એક્સપર્ટ ચહેરા પર નિખાર લાવવા માટે અને સ્કિનને પોષણ આપવા માટે બીટ અને આંબળાના રસની ભલામણ કરે છે. બીટ અને આંબળામાં ઘણા બધા એન્ટીઓક્સિડેન્ટ હોય છે, આ તમારી સ્કિનને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવે છે અને સ્કિનને ગ્લો કરે છે. આ સાથે-સાથે આંબળામાં વિટામિન સી હોય છે જે સ્કિનને સુંદર અને ચમકદાર બનાવે છે.

આંબળામાં મળતા વિટામિન સી ત્વચાને યંગ બનાવી રાખનાર કોલેજનનું ઉત્પાદન વધારે છે. તેનાથી સ્કિનમાં લચીલાપણુ રહે છે અને એજિંગના નિશાન થતા નથી. દરમિયાન કરચલીઓ, કાળા દાગ, સ્કિન લટકવી ઓછી થઈ જાય છે. આના રસથી કરચલીઓ, કાળા દાગ, સ્કિનનું લટકવુ ઓછુ થઈ જાય છે. આંબળાના રસથી સ્કિનનો રંગ પણ સાફ થઈ જાય છે અને સ્કિન નિખરી જાય છે.

આંબળા અને બીટના રસની મદદથી સ્કિનને જરૂરી હાઈડ્રેશન એટલે કે ભીનાશ મળે છે. ઉલ્લેખનીય છે કે ડ્રાય ત્વચા ઝડપથી વૃદ્ધ થઈ જાય છે જ્યારે સ્કિનને યોગ્ય ભેજ મળે તો તે લાંબા સમય સુધી યુવાન અને સુંદર રહી શકે છે. બીટ અને આંબળાના રસના ઉપયોગથી સ્કિન કોમળ, નિખરેલી, સોફ્ટ અને ગ્લોઈંગ દેખાવા લાગે છે. બીટમાં મળતા નાઈટ્રેટ સ્કિનમાં બ્લડ સર્ક્યુલેશનને ઝડપી કરે છે જેનાથી સ્કિનને વધુ ઓક્સિજન અને પોષણ મળે છે. તેનાથી ત્વચા સ્વસ્થ બને છે અને તેને ગ્લોઈંગ બનાવી રાખવામાં મદદ મળે છે.


Google NewsGoogle News