મા બનવાની ખુશીમાં માતમ મનાવી રહી છે આ મહિલા, ‘અંતિમ સંસ્કાર’ની થીમ પર કરાવ્યું પ્રેગનેન્સી ફોટોશૂટ

Updated: Sep 30th, 2023


Google NewsGoogle News
મા બનવાની ખુશીમાં માતમ મનાવી રહી છે આ મહિલા, ‘અંતિમ સંસ્કાર’ની થીમ પર કરાવ્યું પ્રેગનેન્સી ફોટોશૂટ 1 - image


Image Source : Facebook/@CheridanLogsdon

નવી દિલ્હી,તા. 30 સપ્ટેમ્બર 2023,શનિવાર 

આજની આ કળિયુગી દુનિયામાં આપણને અનેક પ્રકારના અજીબોગરીબ, જાત-ભાતના લોકો મળી જાય છે. અનેકના કામો ઉટપટાંગ હોય છે તો અમુકની વિચારસરણી તદ્દન વિચિત્ર કે વિરોધાભાસી હોય છે. લગભગ દરેક વ્યક્તિ જીવનમાં નવા વ્યક્તિ કે નવા સંબંધનો ઉમેરો થતા ખુશ થતા હોય છે. તેમાં પણ માતા બનવાનું સુખ તો અનેરૂં-અકલ્પય હોય છે. જોકે આ માતૃત્વના પથ પર પણ અનેક લોકો અલગ જ રીતે ચાલવાનું પસંદ કરે છે. 

મા બનવાની ખુશીમાં માતમ મનાવી રહી છે આ મહિલા, ‘અંતિમ સંસ્કાર’ની થીમ પર કરાવ્યું પ્રેગનેન્સી ફોટોશૂટ 2 - image

આજકાલ પ્રેગનેન્સી ફોટોશૂટનો નવો ક્રેઝ બજારમાં છે પરંતુ આજે આપણે એક એવી મહિલા વિશે વાત કરવા જઈ રહ્યાં છીએ જેણે આવનારા મહેમાનને વધાવવા માટે ખુશી રજૂ કરવાનો જે રસ્તો અપનાવ્યો તે કદાચ જ કોઇક વિચારી પણ શકે. આ મહોતરમાએ પ્રેગનેન્સી માટેના ફોટોશૂટની થીમ અંતિમ સંસ્કાર’ પર રાખી હતી.

આ 23 વર્ષીય મહિલાનું નામ ચેરીડન લોગ્સડન છે. કેન્ટુકી સ્ટેટ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થવા જઈ રહેલી ચેરીડન પોતાની પ્રેગ્નન્સી દરમિયાન કરેલા ફોટોશૂટમાં બ્લેક કપડામાં જોવા મળી હતી. ચેરીડન મેકઅપ સાથે સારી દેખાતી હતી, પરંતુ તેનો દેખાવ બેબી શાવર જેવો નહોતો.

લુઇસવિલેની રહેવાસી ચેરીડને ફેસબુક પર એક પોસ્ટ કરી અને લખ્યું - 'છેવટે યુવાન અને અમીર આંટી માતા બનવા જઈ રહી છે'. તેણી સોશિયલ મીડિયા પર બ્લેક માસ્ક પહેરેલી નજરે પડે છે અને તેની આંખોમાંથી આંસુ લૂછતી જોવા મળે છે. તેના હાથમાં સોનોગ્રાફીની ફોટો રીલ પણ છે.

મહિલાની પોસ્ટ વાયુવેગે વાયરલ થઈ ગઈ છે. આ ક્રિએટિવ ફોટોશૂટને 14,000થી વધુ લાઈક્સ મળી છે. ચેરીડન કહે છે કે તેણે ફોટોશૂટ ચોક્કસથી આ અલગ રીતે, તદ્દન જુદી થીમ પર કરાવ્યું છે, પરંતુ તે માતા બનવાને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ અંતિમ સંસ્કારની થીમ પર ફોટોશૂટ દ્વારા મેં મારા નિઃસંતાન જીવનને વિદાય આપી છે. મારા આ જુના જીવનકાળને RIP કહેવા માટે, અંતિમ સંસ્કારની થીમ રાખી છે.


Google NewsGoogle News