Women's Day : ગર્લફ્રેન્ડ કે પત્ની માટે વુમન્સ ડે પર ખરીદો સરપ્રાઈઝ ગિફ્ટ, લાઈફટાઈમ રહેશે યાદ

ઉંમર અને જરુરીયાત પ્રમાણે LIC યોજનાની કોઈ પોલીસી ખરીદીને ગિફ્ટ તરીકે આપી શકો છો

આ દિવસે તમે હાથથી બનાવેલું ગ્રીટિંગ કાર્ડ આપી શકો છો

Updated: Mar 6th, 2024


Google NewsGoogle News
Women's Day : ગર્લફ્રેન્ડ કે પત્ની માટે વુમન્સ ડે પર ખરીદો સરપ્રાઈઝ ગિફ્ટ, લાઈફટાઈમ રહેશે યાદ 1 - image
Image Envato

દર વર્ષે 8 માર્ચનો દિવસ 'આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ' (International Women's Day)તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ખાસ કરીને મહિલાઓ માટે હોય છે. આજે અમે તમને કહીશું કે, આ દિવસને ખાસ બનાવવા માટે તમારી ગર્લફેન્ડ અથવા પત્નીને શું ગિફ્ટ આપશો. 

એલઆઈસી વીમા પોલીસી

જીવન વીમા યોજના : તમે તમારી ગર્લફેન્ડ અથવા પત્નીની ઉંમર અને જરુરીયાત પ્રમાણે LIC યોજનાની કોઈ પોલીસી ખરીદીને ગિફ્ટ તરીકે આપી શકો છો, જેમ કે  LIC Aadhaar Shila Scheme. જેમા તમે દર મહિને પ્રીમિયમ ચૂકવી શકો છો. પછી જ્યારે મોટી રકમ મળશે ત્યારે ખૂબ જ ખુશ થઈ જશે. આ રકમનો ઉપયોગ ભવિષ્યમાં તમારી ઈચ્છા પ્રમાણે કરી શકો છો.

છોડ

આ એક હરિયાળીના પ્રતિક તરીકે કોઈ નાનો છોડ આપી શકો છો. જે તમારા પ્રેમ અને કુદરતી સૌંદર્યના પ્રતિક જીવન પર્યત જોવા મળશે. આ છોડને ઘરમાં કે ઓફિસની સુંદરતા વધારવા માટે કરી શકો છો. આ એક વિશેષ ઉપહાર તરીકે આપી શકો છો. 

હાથથી બનાવેલા શુભેચ્છા કાર્ડ

આ દિવસે તમે હાથથી બનાવેલું ગ્રીટિંગ કાર્ડ આપી શકો છો, જે તમારી સ્નેહભાવના અને પ્રેમ દેખાડે છે. તમે તેમા કોઈ આર્ટ બતાવી શકો છો. તમે તમારા સંબંધો કેટલીક સારી પળોને પણ દર્શાવી શકો છો. 

ટી મગ

જે લોકો રોજ ચા અથવા કોફી પીતા હોય છે તેમના માટે આ પ્રકારની ગિફ્ટ આપી શકો છો. આ ઓછા બજેટમાં અને યાદગાર બને તેવા પ્રકારની ગિફ્ટ છે. જેમા તમારી ફેન્ડ કે પત્નીના ગમતાં ફોટો પણ એમ્બોઝ કરાવી શકો છો. જ્યારે પણ તમારી ગર્લફેન્ડ કે પત્ની તેમા ચા- કોફી પીવા બેસસે ત્યારે રોજ તમને યાદ કરશે. 



Google NewsGoogle News