શિયાળામાં તમારા કલેક્શનમાં જરૂર સામેલ કરો ભારતની આ ખાસ 8 વિવિધ શાલ
Shawl Types in Winters: શિયાળાની ઋતુ શરૂ થતાની સાથે જ ખાવા-પીવાની આદતો અને કપડાંમાં ફેરફાર જોવા મળે છે. એવામાં ગરમ કપડાંમાં પણ અલગ અલગ ફેશન જોવા મળે છે. શિયાળામાં સ્વેટર, કોટ, મફલર અને શાલનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં પણ શાલ એક ફેશન સ્ટેટમેન્ટ છે. લગ્નો અથવા પાર્ટીઓમાં, સ્ત્રીઓ સૂટ, સાડી અથવા લહેંગા સાથે શાલ પહેરે છે. શાલના ઘણા પ્રકારો છે, જેમાંથી કેટલાક ખાસ કરીને પ્રખ્યાત છે. આજે તેના વિષે જાણીશું.
પશ્મિના શાલ
વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ ધરાવતી પશ્મિના શાલને પેશવાઈ શાલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ખૂબ જ નરમ અને વજનના ખૂબ જ હલકી હોય છે. આ શાલ બનાવવા માટે લદ્દાખની ચાંગરા ઘેટાઅને પૂર્વી હિમાલયની ચેંગુ ઘેટાના ઊનનો ઉપયોગ કરવામાં આવે છે. આથી તે ખૂબ જ મોંઘી હોય છે.
કુલ્લુ શાલ
નામ પ્રમાણે આ શાલ હિમાચલ પ્રદેશના કુલ્લુની છે. ભૌમિતિક પેટર્ન અને બ્રાઈટ કલર્સ આ શાલની ઓળખ છે. તેમજ તેની ફ્લોરલ ડિઝાઈનની પણ ખાસિયત છે. તેમાં મહત્તમ 8 રંગોનો સમાવેશ થાય છે. કુલ્લુ શાલ પણ પશ્મિનાની જેમ હાથથી વણાયેલી છે.
વેલ્વેટ શાલ
તમે તમારા વિન્ટર કલેક્શનમાં વેલ્વેટ શાલ પણ સામેલ કરી શકો છો. વેલ્વેટ શાલ માઈક્રો વેલ્વેટ, ઝરી અને સિક્વિન વર્ક વડે બનાવવામાં આવે છે. આ શાલ શિયાળામાં લગ્ન કે કોઈપણ ફંકશનમાં પહેરવા માટે પરફેક્ટ છે. તે સૂટ, સાડી અને લહેંગા સાથે પણ સ્ટાઈલ કરવામાં આવે છે.
કાશ્મીરી શાલ
કાશ્મીરી શાલ ભારતની સૌથી પ્રખ્યાત શાલ માનવામાં આવે છે. તેના ઉત્પાદનમાં ઉચ્ચ ગુણવત્તાની ઊનનો ઉપયોગ થાય છે. કાશ્મીરી શાલની ખાસ વાત એ છે કે તે હાથથી વણાયેલી હોય છે અને પરંપરાગત ભરતકામથી શણગારવામાં આવે છે, જેને 'રાખી' અથવા 'જામવાર' કહેવામાં આવે છે. આ શાલ નરમ અને ગરમ છે.
ધાબળા
ગુજરાતની પ્રખ્યાત ધાબળા મોટાભાગે સફેદ કે કાળા રંગની હોય છે અને તેમાં ભરતકામ હોય છે. તે તેના બ્લોક પ્રિન્ટિંગ અને કુદરતી રંગો માટે ખૂબ જ પ્રખ્યાત છે. ગુજરાતના કચ્છ જિલ્લામાં આ વધુ જોવા મળે છે.
નાગા શાલ
નાગા શાલ એ નાગાલેન્ડની પરંપરાગત ઊની શાલ છે. તેમની વણાટ હાથ દ્વારા કરવામાં આવે છે. આ શાલ ઘણી હૂંફ આપે છે તેમજ તે ઘણી મોંઘી પણ છે. તેની કિંમત 20 થી 50 હજારની આસપાસ છે. આ શાલ બનાવવા માટે મેટ અને સ્મૂધ એમ બે પ્રકારના ઊનનો ઉપયોગ કરવામાં આવે છે. મેટ ઓપ સખત ઊન છે, જે સરળતાથી ઉપલબ્ધ છે. પરંતુ સ્મૂધ ઊન તદ્દન દુર્લભ છે. નાગા શાલની નકલ બજારમાં એકથી બે હજારમાં મળી જાય છે.
કલમકારી શાલ
છેલ્લા કેટલાક વર્ષોથી આંધ્ર પ્રદેશના કાપડ પર કરવામાં આવેલી આર્ટને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. તેના ફેબ્રિકની સાથે તેની શાલ પણ ખૂબ પ્રખ્યાત છે. આમાં ડિઝાઇન હાથથી અથવા બ્લોક વડે કરવામાં આવે છે. જેમાં ડિઝાઇનો શ્રીકાલહસ્તી અને મછલીપટ્ટનમ શૈલીની હોય છે અને ધાર્મિક થીમ પર આધારિત છે. આ ડિઝાઇન ખૂબ જ સુંદર અને ભવ્ય લાગે છે.
મૂંગા શાલ
આસામ સિલ્ક સાડી જ નહીં, આસામ સિલ્ક મૂંગા શાલનો પણ ખૂબ જ પ્રખ્યાત છે. તમારા કલેકશનમાં મૂંગા શાલનો પણ સમાવેશ કરી શકાય છે. તેની ચમક ખૂબ જ સારી હોય છે. તે ગોલ્ડન સિલ્કમાંથી બનાવવામાં આવે છે. તેમજ તેની ફેશન એવરગ્રીન છે.