Parenting Tips: બાળકોને સ્ટ્રોંગ બનાવવા માટે પેરેન્ટ્સે પોતાની આ આદતોમાં પરિવર્તન કરવુ જરૂરી
Image Source: Freepik
અમદાવાદ, તા. 01 ફેબ્રુઆરી 2024 ગુરૂવાર
માતા-પિતા માટે તેમના બાળકો ખૂબ ખાસ હોય છે. પોતાના બાળકોને એક સારુ જીવન અને ભવિષ્ય આપવા માટે તેઓ ભરપૂર પ્રયત્ન કરે છે. પેરેન્ટ્સ પોતાની દરેક ક્ષણ પોતાના બાળકો પર લૂંટાવે છે. જોકે, ઘણી વખત પોતાના બાળકોનો ખ્યાલ રાખવા અને તેમને સુરક્ષિત રાખવાના પ્રયત્નમાં આપણે અમુક એવી વસ્તુઓ કરવા લાગીએ છીએ જે બાળકોને સ્ટ્રોન્ગ બનવાથી રોકે છે.
દરમિયાન જો તમે પણ પોતાના બાળકોને મજબૂત બનાવવા ઈચ્છો છો તો પેરેન્ટ હોવાના સંબંધે તમારે પોતાની અમુક આદતો પર નિયંત્રણ રાખવુ પડશે, જેનાથી બાળક પોતે દુનિયાની દુનિયાદારીને સમજી શકે. એક પેરેન્ટ તરીકે બાળકોની સુરક્ષા માટે તમે તેમના પાછળ ઊભા રહો આગળ નહીં. તેને લીડ કરવાના બદલે તેને ગાઈડ કરો. જો તમારે પણ તમારા બાળકોને મજબૂત બનાવવા હોય તો તેમના માટે આજથી જ આ કામ કરવાનું બંધ કરી દો.
તેમના બદલે જવાબ આપવો
જો તેમને કોઈ કંઈ પ્રશ્ન પૂછે છે તો તેમને જવાબ આપવાની તક આપો. તેનાથી તે લોકોના યોગ્ય અને અયોગ્ય રીતે જવાબ આપવાનો અર્થ સમજશે અને લોકોના પ્રશ્નોને હેન્ડલ કરવાનું શીખશે.
જરૂરિયાત કરતા વધુ તેમની મદદ કરવી
જ્યાં જરૂરિયાત હોય ત્યાં બાળકોની મદદ કરવામાં કોઈ ખોટુ નથી પરંતુ જરૂરિયાતથી વધુ મદદ કરવાથી તેઓ પોતાના શરીર અને મગજને કામ કરવાની તક આપતા નથી અને દરેક કામ માટે તમારી ઉપર નિર્ભર રહે છે. તેથી તેમને પોતાના જીવનની મુશ્કેલીઓને ઉકેલવા દો અને જ્યાં જરૂર હોય ત્યાં હાથ આગળ વધારો.
તેમને જરૂર કરતા વધુ ભેટ આપવી
બાળકોને દરેક વાત પર ભેટ આપવાથી તેઓ બગડી શકે છે. દરમિયાન પ્રયત્ન કરો કે તેમને કારણ વિના ભેટ ન આપો. બાળકો માટે સૌથી સારી ભેટ તમારો સમય હોય છે, તેથી તેમની સાથે સમય પસાર કરો.
સમસ્યાઓનો સામનો ન કરવા દેવો
બાળકોને પોતાની મુશ્કેલીઓમાંથી છુટકારો મેળવવાની તક આપો. તેમને પોતાના મગજનો ઉપયોગ કરીને પ્રોબ્લેમનું સોલ્યૂશન કાઢવા દો. તેમનો સપોર્ટ કરો અને જો તે માનસિક રૂપથી વધુ તણાવમાં આવી ગયા હોય તો તેમની મદદ જરૂર કરો.
તેમના બદલે પસંદગી કરવી
તેમના જીવનના દરેક પાસામાં તમામ પસંદગી તમે જ કરો છો. આ તેમને તમારી ઉપર નિર્ભર કરી દે છે અને પછી નાના-મોટા દરેક નિર્ણયમાં તે તમારો આશરો જ શોધે છે.