બાળકોના માનસિક સ્વાસ્થ્યને હેલ્ધી રાખવા માટે બાળપણથી જ શીખવાડો આ 5 વસ્તુઓ, મગજ બનશે શાર્પ અને સ્ટ્રોંગ
Image Source: Freepik
અમદાવાદ, તા. 21 ડિસેમ્બર 2023 ગુરૂવાર
બાળકોનું માનસિક આરોગ્ય આપણી આગામી પેઢીના સ્વસ્થ ભવિષ્યની ચાવી છે પરંતુ વર્તમાન સમયમાં બાળકોમાં માનસિક તણાવ ઝડપથી વધી રહ્યો છે. જે એક ગંભીર સમસ્યા બનતી જઈ રહી છે. જેના ઘણા કારણ હોઈ શકે છે જેમ કે ભણતરનું દબાણ, માતા-પિતાની વધુ આશા, માતા-પિતાનું અલગ થવુ, ભાગદોડ ભર્યું જીવન અને સોશિયલ મીડિયાના કારણે બાળકો ગભરામણ, નકારાત્મકતા અને એકલતાનો શિકાર થઈ રહ્યા છે. દરમિયાન બાળકોને કંઈક એવી બાબતો બાળપણથી જ શીખવાડવામાં આવે જેનાથી તેમની મેન્ટલ હેલ્થ સ્ટ્રોંગ થઈ શકે કેમ કે બાળપણ એક એવો સમય હોય છે જ્યારે બાળકોના મગજનો ઝડપથી વિકાસ થાય છે. આ ઉંમરમાં તેમને અમુક વસ્તુઓ શીખવાડવામાં આવે તો તેઓ ઝડપથી શીખી લે છે.
મ્યૂઝિક શીખવાડો
મ્યૂઝિક શીખવાડવુ બાળકો માટે ખૂબ લાભદાયી હોય છે. આ તેમના મગજના વિકાસમાં મદદ કરે છે અને તેમને ઘણા પ્રકારની સારી ટેવો શીખવાડે છે. જ્યારે બાળકો કોઈ સંગીત વાદ્યયંત્ર વગાડે છે તો તેમનું ધ્યાન સંપૂર્ણપણે તેની પર કેન્દ્રિત થઈ જાય છે. તેઓ લાંબા સમય સુધી એક જ બાબત પર ફોકસ કરી શકે છે. તેનાથી તેમની મેમરી મજબૂત થાય છે અને મગજ ઝડપી થાય છે.
ડાન્સ શીખવાડો
જ્યારે બાળકો ડાન્સ કરે છે તો તેમને મૂવમેન્ટને સમજવી પડે છે અને સંગીતની ધૂનની સાથે પોતાના શરીરના અંગોને કો-ઓર્ડિેનેટ કરવુ પડે છે. આ તેમના મગજ અને શરીર બંનેને જ એક્ટિવ રાખે છે. તેનાથી તેમનુ મગજ ઝડપી બને છે.
સ્પોર્ટ્સ શીખવાડો
બાળકોને સ્પોર્ટ્સ શીખવાડવુ ખૂબ જરૂરી હોય છે કેમ કે આ તેમના શારીરિક અને માનસિક વિકાસ બંને માટે ફાયદાકારક છે. સ્પોર્ટ્સના બાળકોનું મગજ તેજ હોય છે. સ્પોર્ટ્સમાં બાળકોને રમતના નિયમો, રણનીતિ બનાવવી અને સ્પર્ધકની ચાલની સમજવાની જરૂર પડે છે. આ બધુ તેમના મગજને એક્ટિવ કરે છે. તે ઝડપથી નિર્ણય લેતા શીખે છે. સાથે જ શારીરિક વ્યાયામ તેમના મગજમાં બ્લડ સર્ક્યુલેશન વધારે છે જેનાથી તેમની એકાગ્રતા, સમસ્યા હલ કરવાની ક્ષમતા અને મેમરી પાવરમાં સુધારો થાય છે.
ડ્રોઈંગ શીખવાડો
બાળકો માટે આર્ટ એક્ટિવિટી જેમ કે ડ્રોઈંગ અને કલરિંગ કરવા ખૂબ જ જરૂરી છે. આ બાળકોના મગજના વિકાસમાં પણ મદદ કરે છે. જ્યારે બાળકો કોઈ ચિત્ર બનાવે છે કે રંગ ભરે છે તો તેમનુ પૂરુ ધ્યાન તેની પર લાગેલુ રહે છે. તેઓ એકાગ્ર થઈને લાંબા સમય સુધી તે કામમાં વ્યસ્ત રહે છે. તેનાથી તેમની ફોકસ કરવાની ક્ષમતા વધે છે.
ગાર્ડનિંગ શીખવાડો
ગાર્ડનિંગથી બાળકો દરરોજની સારસંભાળ, ધીરજ અને પરિશ્રમ શીખે છે જે ભવિષ્યમાં તેમના માટે ખૂબ લાભદાયી હોય છે.